વડોદરા, તા.૫

દિવાળી પર્વને હવે જયારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના ચાર દવાજા વિસ્તરમાં આવેલ મંગળ બજાર, નવા બજાર, માંડવી, રાવપુરા ટાવર રોડ, પાણીગેટ સહિતના અનેક બજારોમાં લોકોની ભારે ભીડ જાેવા મળી હતી. જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો જાેવા મળ્યા હતા. આ ભીડનો લાભ કોઇ ગઠિયા ચોરી, લૂંટ જેવા ગુન્હાઓને અંજામ ન આપે તે માટે શહેર પોલીસના જવાનો સતત નજર રાખી રહ્યા હતાં. ચાર દરવાજા વિસ્તાર અનેક બજારોમાં ભારે ટ્રાફિક જામ થયો હતો જેમાં ફાયરનુ વાહન પણ અટવાયેલુ જાેવા મળ્યું હતુ. અગામી ૧૨ નવેમ્બરે દિવાળીનો તહેવાર છે અને આજે દિવાળી પૂર્વે અંંતિમ રવિવાર હોવાથી શહેરના ચાર દરવાજા વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં લોકો ખરીદી કરવા ઉમટી પડયા હતાં. હાલમાં શહેરના મંગળ બજાર, માંડવી, એમજી રોડ, પદ્માવતી શોપિંગ સેન્ટર, ચોખંડી, નવાબજાર, રાવપુરા ટાવર રોડ, પાણીગેટ સહિતના બજારોમાં વહેલી સવારથી જ લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.બજારમાં ખરીદી કરવા ઉમટી પડેલી મેદનીથી વેપારીઓમાં ભારે ખુશી જાેવા મળી હતી. બીજી બાજુ ખરીદી કરવા આવેલા ગ્રાહકો દ્વારા બજારોમાં આડેધડ પોતાના વાહનો પાર્કીંગ કરી દેતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જાેવા મળ્યા હતા. ખીરીદીના પગલે થયેલા ટ્રાફિક જામમાં ઇમરજન્સી વાહન જે ફાયર બ્રિગેડની ગાડી પણ તેમા ફસાયેલી જાેવા મળી હતી તેમજ કલાકો સુધી રહેલા ટ્રાફિક જામમા પોલીસ કલાકો સુધી જાેવા મળી ન હતી.

ચોરી-લૂંટના બનાવો અટકાવવા પોલીસ એલર્ટ

દિવાળી પર્વે ભીડનો લાભ લઇ ઇસમો દ્વારા ચોરી -લૂંટ સહિતની ઘટનાઓને અંજામ આપવા માટે ટોળકીઓ સક્રિય થતી હોયછે. ત્યારે આ બનાવો રોકવા માટે શહેરના બજારોમાં પોલીસના કેટલા જવાનો-અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે.