કાનપુર-

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં એક તાલીમાર્થી પાઇલટનું મોત નીપજ્યું હતું. હેલીકોપ્ટરમાં 4 લોકો હતા. પોલીસ અને સ્થાનિક અધિકારીઓ સ્થળ પર છે અને બચાવ કામગીરી ચાલુ છે. આ ઘટના સરાઇ મીરના એક ફાર્મમાં બની છે. અમેઠીના ડીએમ અરૂણ કુમારે પુષ્ટિ આપી છે.

મળતી માહિતી મુજબ, બપોરના 11.20 ની આસપાસ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને બીજો ઘાયલ થયો હતો, જ્યારે અન્ય બે લોકો પેરાશૂટની મદદથી હેલિકોપ્ટરથી કૂદી ગયા હતા. મૃતકની ઓળખ તાલીમાર્થી પાયલોટ કોણાર્ક સારન તરીકે થઈ છે. અમેઠીના જિલ્લા મેજિસ્ટ્રેટ અરૂણ કુમારે જણાવ્યું હતું કે હેલિકોપ્ટર ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડેમી, અમેઠીના ફુરસતગંજ એરફિલ્ડ ખાતેની પાઇલટ તાલીમ સંસ્થાથી ઉપડ્યું હતું. હેલિકોપ્ટર એકેડેમીનું હતું. અધિકારીઓ અકસ્માતનાં કારણોની તપાસ કરી રહ્યા છે.