અરવલ્લી : હિંદુ યુવા સંગઠન જીવદયા સમિતિના તાલુકા પ્રમુખ સંજયભાઈ ગાંધીને હિંદુ યુવા સંગઠન સાબરકાંઠાના કાર્યકતા જગદીશભાઈનો ફોન આવ્યો હતો કે છાપરીયા વિસ્તારમાં રહેતા કનુભાઈ ભોઈ તેમનું ગુજરાન કડીયા કામ કરીને ચલાવતા હતા. પરંતું લોક ડાઉન દરમ્યાન કામકાજ બંધ હતું. કનુભાઈ ભોઈને આકસ્મિક જમણા ભાગે લકવાની અસર થઈ જતા ૧ મહીનાથી પથારીવશ છે. તેઓને સંતાન પણ નથી માટે ઘર ચલાવવામા તકલીફ પડી રહી છે. આ બાબતની જાણ જીવદયા સમિતી તાલુકા પ્રમુખ સંજયભાઈ ગાંધીએ સંગઠન તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ સોની અને ગોરવભાઈ દરજીને કરતા કનુભાઈની રૂબરૂ મુલાકાત લઇ કનુભાઇ ભોઈના ઘરે ઉતર ગુજરાત અધ્યક્ષ ભુગવેન્દ્રસિંહ કુંપાવત, જિલ્લા પ્રમુખ સરવીનભાઈ પટેલ,હિંમતનગર શહેર પ્રમુખ પ્રતિકભાઈ પટેલ,મંત્રી મિતુલભાઈ વ્યાસ,તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ સોની,જીવદયા તાલુકા પ્રમુખ સંજય ગાંધી, જીવદયા હિંમતનગર પ્રમુખ ગોપિભાઇ બારોટ, સુનીલભાઈ શાહ,ગોરવભાઈ અને અન્ય કાર્યકરોએ ૧ મહીનાનું કરીયાણુ, દુધની વ્યવસ્થા કરી આપી જયા સુધી કનુભાઈની પેરાલીસીસની બિમારીની રીકવરી ન આવે ત્યાં સુધી કંઈપણ જરુર પડે તો હિંદુ યુવા સંગઠન સાબરકાંઠાના કાર્યકતાને જાણ કરવા કહ્યું છે.