વડોદરા-

સાવલી નજીક ના ગામ મા 50વર્ષ ના વિધવા ઉપર એક ઈસમે બળત્કાર કરતા વિધવા ના બહેને અભયમ 181મહિલા હેલ્પલાઇન મા કોલ કરી મદદ માગતા અભયમ રેસ્ક્યુ ટીમ પાદરા તાત્કાલિક પહોચી સાવલી ગુના ની ગંભીરતા જાણી સાવલી પોલીસ સ્ટેશન મા ફરિયાદ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ પાંચ વર્ષ થી પતિ નું મૃત્યુ થતા મજૂરી કરી ગુજરાન ચલાવતી વિધવા ના બે બાળકો બહારગામ રહી ફેક્ટરી મા કામ કરે છે અને વિધવા ગામ મા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ગઇ કાલે લગ્ન મા કામ કરી આવી પોતાના ઘરે સુઈ ગયા હતા ત્યારે ગામ નો એક ઈસમ આવી બળજબરી પૂર્વક બળાત્કાર કર્યો હતો જેની જાણ વિધવા એ પોતાની બહેન ને કરતા મુઝાયેલ બંને બહેનો એ અભયમ 181મહિલા હેલ્પલાઇન ને બનાવ ની જાણ કરી હતી અભયમ દ્વારા પોલીસ અને 108 એમ્બુલન્સ ને જાણ કરવામાં આવી હતી. ગુના ની ગંભીરતા જોતા સાવલી પોલીસ સ્ટેશન મા ફરિયાદ આપવામાં આવેલ છે આગળ ની કાર્યવાહી પોલીસ તપાસ હેઠળ છે