અહિંયા 20 વર્ષના યુવકે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ બાળકીને તેના ઘરે મૂકી અને પછી..
10, જુલાઈ 2021

સુરત-

શહેરમાં નાની બાળાઓ સાથે બળાત્કારની સતત ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા ૨૦ વર્ષના યુવકે સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બળાત્કાર કર્યા બાદ બાળકીને તેના ઘરે મૂકી આરોપી યુવાન પોતાના ઘરે જતો રહ્યો હતો, ત્યારે માતા ઘરે પહોંચતા બાળકીને રડતા જાેઈને પૂછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. બાળકીની માતાએ આ મામલે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી ભાગે તે પહેલા જ પોલીસે બળાત્કારના આરોપીને ઝડપી પાડયો છે.

સુરતમાં મહિલા અત્યાચાર સાથે નાની બાળાઓને શારીરિક છેડછાડ અને બળાત્કારની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક ઘટના સામે આવતાં પોલીસ દોડતી થઇ હતી. સુરતના કતારગામના ગૌતમ નગર વિસ્તારમાં રહેતા એક પરિવાર પતિ-પત્ની ઉપરાંત સાત વર્ષની બાળકી છે. પતિ શાકભાજી વેચે છે અને પત્ની ઘરમાં રહી છૂટક કામ કરી પતિને આર્થિક રીતે મદદ કરે છે.

ગતરોજ સવારે પિતા શાકભાજીનું વેચાણ કરવા ગયા હતા અને માતા કામ માટે બહાર ગઈ હતી. આ તકનો લાભ લઈને પડોશમાં જ રહેતા ૨૦ વર્ષીય શ્રીકાંત પાંડે તેમના ઘરે પહોંચ્યો હતો અને આ બાળકી સાથે એકાંતનો લાભ લઇ તેની સાથે તેના જ ઘરમાં દુષ્કર્મ આચર્યું હતું, અને બાળકીને ઘરે મૂકી પોતાના ઘરે જતો રહ્યો હતો, જ્યારે માતા ઘરે પહોંચી ત્યારે બાળકી રડતી હતી, તેણે લઇને માતાએ તેની પૂછપરછ કરતા બાળકીએ તેની કાલી ભાષામાં બધી વાત કરતા, માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. માતા બાળકીને લઈને તાત્કાલિક કતારગામ પોલીસ સ્ટેશન દોડી ગઈ હતી. આરોપી શ્રીકાંત પાંડે કપડા એક-એક કરીને ભાગવાની તૈયારી કરતો હતો, તેજ સમયે પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેને પોલીસે તેની પૂછપરછ કરતા યુવાને આ નાની બાળા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબુલાત કરતા પોલીસે તેના વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution