15, એપ્રીલ 2021
રાજકોટ-
રાજકોટમાં કોરોનાના કારણે પરિસ્થિતિ બેકાબુ બની છે. ત્યારે સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ માટે બેડની અછત સર્જાઇ રહી છે. એવામાં તાજેતરમાં બે દિવસ પહેલા જ સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન કૌભાંડમાં ભાજપના કાર્યકર્તાનું નામ ખૂલ્યું હતું. જેને લઇને કોંગ્રેસના બે પૂર્વ કોર્પોરેટરો દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પણ આ મુદ્દે ધરણા યોજવામાં આવ્યા હતા. તે દરમિયાન પોલીસે તેમની અટકાયત કરી હતી. રાજકોટમાં કોરોનાના કારણે પરિસ્થિતિ બેકાબુ બની છે. ત્યારે સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ માટે બેડની અછત સર્જાઇ રહી છે. એવામાં તાજેતરમાં બે દિવસ પહેલા જ સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન કૌભાંડમાં ભાજપના કાર્યકર્તાનું નામ ખૂલ્યું હતું. જેને લઇને ગઈકાલે કોંગ્રેસના બે પૂર્વ કોર્પોરેટરો દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા.