અમદાવાદ-

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના તમામ 48 વોર્ડમાં દરેક મતદાન મથક મુજબ મતદારયાદી પ્રમાણે સર્વે કરવામાં આવ્યો છે. 50 વર્ષથી વધુની ઉંમરના લોકોની યાદી પણ તૈયાર કરાઈ છે. 50 વર્ષથી વધુની ઉંમરના 2.59 લાખ લોકોની યાદી તૈયાર કરાઈ છે. ઉપરાંત 50 વર્ષથી ઓછા પણ જે કો-મોર્બિડ લોકો છે તેની યાદી તૈયાર કરવામાં આવી છે. વેક્સિન આવી ગયા બાદ વેક્સિનને રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, કોલસ્ટોરેજનું ઓડિટ કરવામાં આવ્યું છે. કોલ્ડ સ્ટોરેજની કેપેસિટી વધારવા માટેનું કામ ચાલી રહ્યું છે તેમજ વેક્સિન આવી ગયા બાદ લોકોને આપવામાં માટેની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર https://ahmedabadcity.gov.in/portal/index.jsp પર વેક્સીન સર્વે માટેના ફોર્મની એક લિંક આપવામાં આવી છે. જેના પર ક્લિક કરતા ઓનલાઇન કોવિડ-19 વેક્સીન રજિસ્ટ્રેશનનું ફોર્મ ખુલશે. જેમાં NEXT પર ક્લિક કરતા કોવિડ વેક્સીન અંગે કોર્પોરેશનના હેલ્થ વિભાગને તમે માહિતી આપી છે કે નહીં તેમ પૂછશે. નામ, સરનામું, પોસ્ટલ કોડ, ઉંમર, જાતિ, આઈડી પ્રુફ, તેનો નંબર, જન્મ તારીખ, મોબાઈલ નંબર તેમજ કઈ કઈ બીમારી છે તે અંગેની તમામ માહિતી ભરવાની રહેશે. જે સબમિટ કર્યા બાદ વેક્સીનના ફોર્મમાં નોંધણી થઈ જશે.અમદાવાદીઓ હવે કોરોના વેક્સીન લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવી શકશે. રજીસ્ટ્રેશન કરાવતી વખતે નામ સરનામા સહિતની તમામ વિગતો ભરવી ફરજીયાત રહેશે.