રેમડેસિવિર ઈન્જેકશનના મામલામાં પોલીસ કમિશનરે કરેલો પાસાનો ઓર્ડર હાઈકોર્ટે રદ કર્યો
05, ઓગ્સ્ટ 2021

વડોદરા

રેમડેસિવિર ઈન્જેકશનના મામલામાં અતિઉત્સાહી બની આરોપીઓને પાસા કરવા નીકળેલી શહેર પોલીસને હાઈકોર્ટે ત્રીજાે રૂકજાવનો આદેશ આપ્યો છે. આજે અન્ય આરોપીએ વકીલ અનંત ક્રિશ્ચિયન દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરાવતાં વડી અદાલતે અન્યને પણ પાસા નહીં કરવા મનાઈહુકમ આપ્યો છે.

એસઓજી દ્વારા શહેરમાં રેમડેસિવિર ઈન્જેકશનના કાળાબજારનું કૌભાંડ ઝડપી લેવાયું હતું. જેમાં ડો.ધીરેન દલસુખ નાગોરા અને ઈન્જેકશન આપનાર કૃણાલને રંગેહાથ ઝડપી પાડી રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તપાસ દરમિયાન અન્યોના નામ બહાર આવતાં કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં કૃણાલ જયંતીભાઈ પટેલને ૧૦૬ દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દીધા બાદ પણ જામીન પર છૂટેલા સામે પાસા અંગેની કાર્યવાહી કરતાં આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં વડી અદાલતે ગંભીર નોંધ લઈ શહેર પોલીસની આકરી ઝાટકણી કાઢી હતી. આગામી તા.૬ ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરાનાર છે ત્યાં સુધી પાસા હેઠળ ધરપકડ નહીં કરવા માટે જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે આદેશ કર્યો હતો. દરમિયાન શહેર પોલીસ કમિશનર દ્વારા તા.૧-૭-ર૧ના રોજ કરાયેલા પાસાના ઓર્ડરને રદ કરવાનો આદેશ આજે હાઈકોર્ટે કર્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution