અમદાવાદ, મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં હાઈકોર્ટે સુઓમોટો લીધા બાદ આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. સરકારે આપેલા વળતર સામે હાઈકોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરીને દસ લાખ વળતર આપવા સરકારને સૂચન કર્યુ છે. હાઇકોર્ટે નોંધ્યુ છે કે મૃતકોના પરિવારને ૪ લાખનું વળતર એ પૂરતું નથી.. ઘણા એવા લોકોએ જીવ ગુમાવ્યા છે કે જેમના પરિવારનો તેઓ આધાર હતા, બની શકે છે કે જે ઘરના એક માત્ર કમાનાર વ્યક્તિ હોઈ શકે છે. હાઈકોર્ટે પ્રાથમિક રીતે કહ્યું હતું કે, સરકારે ઓછામાં ઓછું ૧૦ લાખ વળતર ચૂંકવવું જાેઈએ.મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, મૃતકોની જ્ઞાતિ જાતિ જાણવાની સરકારને કઇ જરૂરિયાત ઉભી થઇ છે. તમામ મૃતકો સમાન રીતે જ ગણાય. માતા અને પિતા બંને ગુજરી ગયા હોય એવા બાળકોને પ્રતિ મહિને ૩ હજારનું વળતર સરકાર ચૂકવશે તેમ જણાવતાં હાઈકોર્ટે કહ્યું કે, ૩૦૦૦માં બાળકના સ્કૂલના યુનિફોર્મ અને પુસ્તકો પણ નહીં આવે, વળતર પૂરતું નથી.સરકાર વતી એડવોકેટ જનરલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબીના રાજવી પરિવારે તમામ મૃતકોને ૧ લાખ વળતર ચૂકવ્યું છે. માતા પિતા બંને ગુજરી ગયા હોય એવા કુલ ૭ બાળકો છે. જેમને મુખ્યમંત્રી રાહત કોષ, પ્રધાનમંત્રી રાહત કોષ અને ખાનગી દાતાઓ થકી મળેલા દાનમાં પ્રતિ બાળકને ૩૭ લાખ રૂપિયા ચૂકવવાશે. આમાં અદાણી ફાઉન્ડેશન તરફથી પ્રતિ બાળક ૨૫ લાખ અપાયા છે.

કોર્ટનો હુકમ છે.હાઇકોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, જાે ઘાયલ થનાર વ્યક્તિને મોટી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય, ત્યાં રાજ્ય સરકાર તરત પગલાં લે અને તેમને યોગ્ય સારવાર અપાવે.હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે ઓરેવા ગ્રુપના સંચાલકો સામે શું પગલા લેવાયા? હાઈકોર્ટે સખત વલણ અપનાવીને મોરબી નગર પાલિકાને પૂછ્યું... સાડા પાંચ વર્ષ સુધી કોઈ એગ્રિમેન્ટ વિના ઑરેવા ગ્રુપને બ્રિજને વાપરવા કેમ દીધો? શા માટે પાંચ પાંચ વર્ષ સુધી ચૂપ રહ્યા.ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો હતો કે જીૈં્‌ની તપાસનો રિપોર્ટ કોર્ટમાં સીલ કવરમાં રજૂ કરવામાં આવે. જીૈં્‌ની તપાસ યોગ્ય ન લાગે તો હાઇકોર્ટ અન્ય એજન્સીને તપાસ સોંપી દેશે.

હાઈકોર્ટે એવું અવલોકન કર્યું હતું કે, બ્રીજની મરામત માટેના કોન્ટ્રાક્ટ અને એ અંગેના પત્ર વ્યવહારમાં મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રુપને ટિકિટના ભાવમાં જ રસ હોય એવું તેમની વચ્ચેના પત્ર વ્યવહારથી ફલિત થાય છે. બ્રીજની દશા અને જાેખમ મુદ્દે ચિંતા ના હોય એવું પણ દેખાઈ આવે છે. આટલી મોટી દુર્ઘટના બાદ પણ મોરબી નગરપાલિકાને સુપર સીડ કેમ નથી કરી? જાે સરકાર પોતાની સત્તા નહીં વાપરે તો કોર્ટ રીટ ઈશ્યુ કરશે. સુઓમોટોની વધુ સુનાવણી નવી સરકાર બનશે ત્યારે હાથ ધરાશે. એટલે કે આગામી સુનાવણી૧૨ ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.

રાજ્ય સરકારને હાઇકોર્ટે સણસણતા સવાલ કર્યા

“રાજ્ય સરકાર એટલી બધી ઉદાર હતી કે આ સંબંધે કોઈ ટેન્ડર જ બહાર ન પાડ્યું અને સીધેસીધી કામની બક્ષિસ આપી દીધી. મોરબીની નગરપાલિકા એક સરકારી સંસ્થા છે અને તેણે પણ ફરજચૂક કરી હતી. શું મોરબી નગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ, ૧૯૬૩નું પાલન કર્યું હતું કે નહીં તેવો પણ ધારદાર સવાલ કર્યો હતો. આના પરિણામે ૧૩૫ લોકોનાં દુર્ભાગ્યપૂર્ણ મોત થયાં હતાં,” એવી કોર્ટે આજના ઓર્ડરમાં નોંધ કરી હતી. હવે આગામી બુધવારે આ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકાએ અજંતા બ્રાન્ડથી ઘડિયાળો બનાવતા ઓરેવા ગ્રુપને ઝૂલતા પુલનો ૧૫ વર્ષનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો.

ગુજરાતના તમામ બ્રિજના સર્વે કરાવો હાઇકોર્ટ

મોરબી જેવી કોઇ બીજી દુર્ઘટના ન સર્જાય અને નિર્દોષ નાગરિકોના જાન ન જાય તે માટે સુઓમોટો સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારને હુકમ કર્યો હતો અને કહ્યું હતું કે, રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરવામાં આવે અને તમામ બ્રિજ યુઝ કરવા માટે ફિટ છે એ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવે. જે બ્રિજમાં મરમ્મત કરવાની હોય એ તત્કાલ કરવામાં આવે. ૧૦ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ કરવા આદેશ કર્યો છે.