આગ્રામાં મુસાફરોથી ભરેલી બસ હાઈઝૈક, પોલીસે શોધખોળ શરૂ કરી
19, ઓગ્સ્ટ 2020

આગરા-

ઉત્તર પ્રદેશના આગરામાં કાર સવાર બદમાશોએ મોટી વારદાતને અંજામ આપ્યો છે. બદમાશોએ એક બસને હાઈજેક કરી લીધી અને ડ્રાઈવર-કંડક્ટરને બંધક બનાવી લીધા. બસમાં યાત્રીકો પણ હતા. હજુ સુધી બસનો કોઈ સુરાગ નથી મળ્યો. પોલીસ બસની શોધખોળમાં છાપેમારી કરી રહી છે.

મળતા માહિતી મુજબ ઘટના મલપુરા પોલીસ સ્ટેશનના દક્ષિણી બાયપાસ પર મોડી રાત્રે ઘટી. કહેવામાં આવી રહ્યું છે કે કાર સવાર બદમાશોએ બસને રોકી. ત્યાર બાદ ડ્રાઈવર-કંડક્ટરને બંધક બનાવી લીધા. બદમાશોનો એક સાથી બસને ચલાવીને લઈ ગયો. બસમાં ઘણા યાત્રી સવાર હતા. હાલ, બસની શોધખોળ કરવામાં આવી રહી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે બસમાં 34 યાત્રી સવાર છે. બદમાશોએ ડ્રાઈવર અને કંડક્ટરને હાઈવે પર ઉતારી દીધા છે. ત્યાર બાદ ડ્રાઈવર અને કંડક્ટરે પોલીસને સૂચના આપી. સૂચના બાદ પોલીસ બેડામાં હડકંપ મચ્યો છે. ઘટના પર તમામ આલા ઓફિસર પહોંચી ગયા છે અને બસની શોધખોળ કરવામાં આવી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution