હિંમતનગર-

સાબરકાંઠા જિલ્લાની સહકારી સંસ્થાઓ પૈકીની અગ્રણી સંસ્થા હિમતનગરની નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર થયું. વિકાસ પેનલના ૧૩ ઉમેદવારોમાંથી ૧૧ ઉમેદવારો વિજેતા થયા હતા. તો ૧૩ ડિરેક્ટર્સમાં ૬ પૂર્વ ડિરેક્ટર્સ સાથે નવા ૭ ચહેરા વિજયી થયા હતા. સાબરકાંઠા જિલ્લાની સહકારી સંસ્થાઓ પૈકીની અગ્રણી સંસ્થા હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણી અને મતગણતરી શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. હિંમતનગર નાગરિક સહકારી બેંકની ૧૩ બેઠકો માટે મતદાન યોજાયું હતું જેનું મોડી રાત્રીએ પરિણામ જાહેર કરાયું હતું. ૨૮ ઉમેદવારોએ ૧૩ બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. બેંકના ૩૯૭૦૭ સભાસદો પૈકીના ૯૮૮૭ સભાસદોએ ૧૩ બેઠક માટે મતદાન કર્યું જેની મત ગણતરી મોડી રાત્રે હાથ ધરવામાં આવી હતી અને બાદમાં પરિણામ જાહેર થયું હતું.

જેમાં વિકાસ પેનલના ૧૩ ઉમેદવારો પૈકીના ૧૧ ઉમેદવારોની જીત થઈ હતી. હિંમતનગર નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં ૨૮ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં સામાન્ય વિભાગમાં ૧૦ બેઠક માટે ૨૧ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. અનામત વિભાગમાં ૧ બેઠક માટે ૨ ઉમેદવારો અને મહિલા વિભાગની ૨ બેઠક માટે ૫ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. એક મહિલા સહિત ૬ પૂર્વ ડિરેક્ટરોએ ચૂંટણીમાં ઝપલાવ્યું હતું. તો બીજી તરફ ૨૨ નવા ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી હતી. મતદાન સમયે અનેક વાર ઇવીએમ મશીન ખોટકાવાના બનાવો પણ સામે આવ્યા હતા.

તો બીજી તરફ ઇવીએમમાં ગડબડી થતી હોવાનો પણ ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો. પરંતુ શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે મતદાન અને મતગણતરી પૂર્ણ થઈ હતી. અંદાજીત ૩૦૦ કરોડનો બિઝનેશ ધરાવતી હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિકાસ પેનલના ૧૩ ઉમેદવારો પૈકીના ૧૧ ઉમેદવારો વિજેતા થયા છે. મતદાનના શરૂઆતના તબક્કામાં માહોલ ગરમાયો હતો. પરંતુ શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પણ પૂર્ણ થઈ છે.