હિના પેથાણી હત્યા કેસ: શિવાંશ સાથે આરોપી સચીન દીક્ષિતનાં DNA મેચ થયા

ગાંધીનગર-

રાજ્યમાં ચકચાર મચાવનાર શિવાંશ-મહેંદી પ્રકરણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ઝડપાયેલા સચિન દીક્ષિત અને શિવાંશનાં લેવામાં આવેલા DNA સેમ્પલમાં સાયન્ટિફિક રીતે તપાસના અંતે બન્નેના DNA મેચ થઈ ગયા છે.ગાંધીનગર પોલીસનો દાવો છે કે આ સજ્જડ પુરાવો છે જે કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થશે.  સચીનને પ્રેમિકા સાથેના સંબંધમાં બાળકોનો જન્મ થયો હતો.

હિના પેથાણી હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતના 11 ઓકટોબરના રોજ  માટેના સેમ્પલ લેવામાં આવ્યા હતા.પોલીસ સચીન દિક્ષીતને સાથે રાખીને હત્યાના સ્થળ એટલે કે દર્શનમ ઓએસિસ ખાતે હત્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. જયારે હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચિન દીક્ષિતને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સચિન દીક્ષિત 21 તારીખના બપોરના 3 વાગ્યા સુધી રિમાન્ડ પર મુકવામાં આવ્યો છે. કોર્ટે સચિન દીક્ષિતને 6 દિવસના રિમાન્ડ પર રહેવાનો આદેશ કર્યો છે. પોલીસ દ્વારા સચિન દીક્ષિતના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution