મુંબઈ

નાણાકીય વર્ષ ૨૦૨૧ ના ચોથા ક્વાર્ટરમાં હિંડાલ્કોનો નફો ૫૧.૮% વધીને ૪૯૫ કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ ના ચોથા ક્વાર્ટરમાં હિંડાલ્કોનો નફો ૩૨૬ કરોડ રૂપિયા રહ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૧ ના ચોથા ક્વાર્ટરમાં હિંડાલ્કોની આવક ૪૪.૨% વધીને ૧૪,૪૧૨ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ ના ચોથા ક્વાર્ટરમાં હિંડાલ્કોની આવક ૯,૯૯૨ કરોડ રૂપિયા રહી હતી. વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં હિંડાલ્કોના એબિટડા ૧,૧૪૧ કરોડ રૂપિયાથી વધીને ૧,૪૮૭ કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં હિંડાલ્કોના એબિટડા માર્જિન ૧૧.૪% થી ઘટીને ૧૦.૩% રહ્યા છે.