અમદાવાદ-

અમદાવાદના રિલિફ રોડ ખાતે આવેલી વિનસ હોટલ ખાતેથી ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાંચની ટીમના સંયુક્ત ઓપરેશનમાં છોટા શકીલ ગેંગનો એક શાર્પ શૂટર પકડાયો હતો. શાર્પ શૂટર ઝડપાયા બાદ આ ૩૨ વર્ષ જૂની આ હોટલ ચર્ચામાં આવી હતી. આ હોટલના માલિક વીએચપી સાથે સંકડાયેલા હોવાની માહિતી સામે આવી છે. આ બનાવના બીજા દિવસે હવે હોટલ માલિક વિરુદ્ધ સ્થાનિક લોકોએ પોલીસ કમિશનરને એક અરજી કરી છે. સ્થાનિકો તરફથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે હોટલ માલિક તેમની સોસાયટીમાં ગેરકાયદે પીજી ચલાવે છે.

આ મામલે સ્થાનિકો તરફથી લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. જેમાં હોટલ માલિક અને તેના પરિવાર પર સોસાયટીમાં ગેરકાયદે પેઇંગ ગેસ્ટ ચલાવવાનો આક્ષેપ છે. આજે એટલે કે ૨૦મી ઓગસ્ટના રોજ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને કરવામાં આવેલી અરજીમાં લખવામાં આવ્યું છે કે, અમદાવાદના રિલિફ રોડ પરની વિનસ હોટલના માલિક જેઠાનંદ હરવાણીનું ટેનામેન્ટ અમારી સોયાટીમાં આવેલું છે. અહીં તેઓ ગેરકાયદે રીતે પીજી ચલાવે છે.