અમદાવાદ-

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે કયા જિલ્લામાં સુધી સ્થિતિ છે તેનું વિવરણ આપને જણાવી દઈએ.તૌકતે વાવાઝોડું હાલ ઉત્તર-પશ્વિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે, આ વાવાઝોડું વેરાવળ બંદરથી આશરે 260 કિ.મી દૂર છે, વાવાઝોડું છેલ્લા 6 કલાકથી અંદાજીત 15 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડું આજે સૌરાષ્ટ્રમા ત્રાટકવાનું છે જેને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને હાઈએલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે.

તૌકતે વાવાઝોડાંને કેટેગરી-4 નું વાવાઝોડું જાહેર કરાયું છે, હવામાન વિભાગ પ્રમાણે જે અત્યંત ગંભીર વાવાઝોંડુ માનવામાં આવે છે, કેટેગરી-4માં 225 થી 279 કિ.મીની ઝડપે પવન ફુંકાય છે. આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકવાની સંભાવના સેવાઈ રહી છે, વેરાવળ અને જાફરાબાદમાં પણ 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે મહત્વનું છે કે આ સિગ્નલ 25 વર્ષ બાદ લગાવવામાં આવ્યું છે.