ગાંધીનગર-

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ઉમેદવારો પોતાના તરફે મતદાન માટે પૂરજોશમાં લાગી ગયા છે ત્યારે રવિવાર સુધીમાં તમામ 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. આ ચિત્ર મુજબ, રાજ્યમાં તમામ મહાનગરપાલિકાઓ મળીને કુલ 4230 ફોર્મ ભરાયા છે. 

આ પૈકી વડોદરામાં 19 વોર્ડમાં 546, સુરતમાં 30 વોર્ડમાં 1030, રાજકોટમાં 18 વોર્ડમાં 629 જામનગરમાં 16 વોર્ડમાં 427, ભાવનગરમાં 13 વોર્ડમાં 449 ઉમેદવારો જ્યારે અમદાવાદમાં 48 વોર્ડમાં 1149 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આમ, રાજ્યમાં સૌથી વધારે ફોર્મ અમદાવાદમાં જ્યારે જામનગરમાં સૌથી ઓછા ફોર્મ ભરાયા છે.