માનવતા શર્મસારઃ એક સગર્ભા પર પતિની મદદથી બે જેઠે દુષ્કર્મ આચર્યું
30, સપ્ટેમ્બર 2020

સુરત-

શહેરમાં માનવજાતને શરમમાં મૂકાવવું પડે તેવો બનાવ બન્યો છે. અહીં એક સગર્ભા પર પતિની મદદથી બે જેઠે દુષ્કર્મ આચર્યું છે. એટલું જ નહીં મહિલાની સાત વર્ષની બાળકીની પણ છેડતી કરવામાં આવી હતી. જે બાદમાં આરોપીઓ ભાગી છૂટ્યા હતા. આ મામલે પરિણીતાએ પતિ અને બે જેઠ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં દરરોજ અનેક ગુના પોલીસ ચોપડે નોંધાતા રહે છે. જેમાં દુષ્કર્મ અને છેડતીના બનાવો પણ નોંધાતા રહે છે. શહેરમાં હવે માનવતાને શરમમાં મૂકાવું પડે તેવો બનાવ નોંધાયો છે. સુરતના ઉગત ગામના રહેતા અને મૂળ બિહારના શિવાનનો વતની મુન્ના વર્મા યાદવ તેની પત્ની અને સાત વર્ષની બાળકી સાથે રહેતો હતો. મુન્નાની પત્નીને સારા દિવસો જઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.

મુન્નાની પત્નીને આઠમો મહિનો ચાલી રહ્યો છે. જે બાદમાં પતિએ ઝઘડાની અદાવત રાખી મહિલાના બે જેઠ અજય અને વિજય ઘરે આવ્યા હતા. તારીખ ૫.૭.૨૦૧૮ના રોજ મહિલા પર તેના બે જેઠે દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે તેના પતિએ તેના બે ભાઈને દુષ્કર્મ આચરવામાં મદદ કરી હતી. એટલું જ નહીં આ સમયે ત્યાં હાજર મહિલાની સાત વર્ષની બાળકની પણ બંને જેઠે શારીરિક છેડતી કરી હતી. મહિલાની ફરિયાદ પ્રમાણે બંને જેઠે દુષ્કર્મ આચર્યું ત્યારે તેના પતિએ બંનેની મદદ કરી હતી. પતિએ મહિલાનું મોઢું દબાણી રાખ્યું હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution