કચ્છના માંડવીમાં પત્નીની સાથે ત્રણ બાળકોની હત્યા કરી પતિ ફરાર
21, ઓક્ટોબર 2020

ભુજ-

ગુજરાતમાં એક તરફ કોરોના મહામારી કહેર જોવા મળી રહ્યો છે. કોરોનામાં કરાયેલા લોકડાઉન બાદ તેની સૌથી વધુ અસર લોકોના ધંધા-રોજગારમાં જોવા મળી રહી છે. જો કે આ બધા વચ્ચે ગુજરાતના કચ્છમાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યાની ઘટના સામે આવી છે. જેને લઇને આ વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર કચ્છમાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પતિએ પત્ની સહિત ત્રણ બાળકોની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે. કચ્છની જખણીયાની સીમમાં આ ઘટના બની હતી. પતિએ પોતાના જ પરિવારની તીક્ષ્‍ણ હથિયાર વડે હત્યા કરી દેતા માંડવી પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે હજુ સુધી આ હત્યાનું કારણ જાણી શકાયું નથી. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution