ઉમરેઠ : ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે રવિવારે પાર્ટીથી નારાજ છે એટલે રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. પરિણામે જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. જાેકે, આજે સોમવારે પાર્ટીએ તેમને મનાવી લીધાં છે. સીએમ વિજય રૂપાણી સાથેની બેઠક બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્ય્šં હતું કે, મને કોઈનાથી તકલીફ નથી. નોંધનીય છે કે, અમૂલની ચૂંટણીમાં અને ડેરીમાં સરકારના પ્રતિનિધિ નિમવામાં તેમની અવગણના કરાયાંના આક્ષેપ કરીને રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે સીએમ વિજય રૂપાણી સાથેની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને એવું જણાવ્યું હતું કે, મારે મંત્રી મંડળ કે સીએમ સાહેબ કે પાટીલ સાહેબ સાથે કોઇ તકલીફ હતી જ નહીં. સ્થાનિક પ્રશ્નો હતા તે પકંજભાઇ દેસાઇને જણાવીને ચર્ચા કરી છે. તેમણે કહ્ય્šં છે કે, મારી વાત તેમને સાંભળી અને તેનું નિરાકરણ લાવવાનું નક્કી કર્યું છે. આ બાદ જ્યારે ગોવિંદ પરમારને પૂછવામાં આવ્યું કે, તમે ગઇકાલે કહ્ય્šં હતું કે જાતીવાદ ચલાવવામાં આવે છે તો પક્ષમાં કેવો જાતિવાદ ચલાવવામાં આવે છે. ત્યારે તેના જવાબમાં તેમણે કહ્ય્šં હતું કે, એ બધી વાત મારે થઇ ગઇ છે. 

નોંધનીય છે કે, અમૂલ ડેરી સંઘની ચૂંટણીમાં ગોવિંદ પરમાર ત્રણ વોટથી હારી ગયાં હતાં. જે માટે તેમને આણંદના સાંસદ મિતેષ પટેલ અને અન્ય સ્થાનિક ભાજપના સંગઠનને જવાબદાર ઠેરવ્યું છે. તેઓએ પોતાના વિરુદ્ધ કામ કરીને પોતાને હરાવ્યાં હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. તેમજ ડેરીમાં સરકારના ત્રણ પ્રતિનિધિ નિમવામાં પણ સંકલન ન કરી અવગણના કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે તેમણે રાજ્યનાં મુખ્યમંત્રી, ભાજપ પ્રમુખ સહિતનાને રજૂઆત કરી હતી અને સંગઠન દ્વારા તેની સતત અવગણના થતાં રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

ગોવિંદ પરમાર વારંવાર કેમ નારાજ થઈ જાય છે?

આ પહેલાં પણ ગોવિંદ પરમાર રાજ્યસભા ચૂંટણી વખતે પણ પાર્ટી વિરુદ્ધ જવાના હતા. માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની સાથે તેઓ પણ ક્રોસ વોટિંગ કરીને ભરતસિંહ સોલંકીની તરફેણમાં મત નાખવાના હતા, પરંતુ ભાજપના કેટલાંક નેતાઓને આની જાણ થતાં બંને ધારાસભ્યોને મનાવી લેવાયાં હતાં.