ICICI બેંક શરુ કરી શકે છે ૨૪x7 આઇબોક્સની સુવિધા
21, જુલાઈ 2020

દિલ્હી-

ICICI બેંકે એક અનોખી સુવિધા રજૂ કરી છે. જે સુવિધામાં પોતાના ઘર અથવા તો ઓફિસની નજીકની બેંકની શાખામાંથી ૨૪x7 પોતાના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ચેક બુક અને રિટર્ન્ડ ચેક કલેક્ટ કરી શકો છો. આ અનોખી સેલ્ફ સર્વિસ ડિલીવરી સુવિધાનું નામ આઈબોક્સ રાખવામાં આવ્યું છે. આઈબોક્સ એટીએમ જેવું જ એક મશિન છે. ગ્રાહકો તેમની સુવિધા અનુસાર ૨૪x7 આ સુવિધા મેળવી શકશે. આ સુવિધા રજાના દિવસે પણ મળશે. ઓઇલબોક્સ ટર્મિનલ બેંક શાખાઓના પરિસરની બહાર સ્થાપિત કરવામાં આવ્યા છે, જેનો ઉપયોગ બેંક બંધ થયા પછી પણ થઈ શકે છે. આ પ્રક્રિયા પૂર્ણપણે ઓટોમેટિક છે અને ગ્રાહકોને ડિસેપ્ટથી ડિલિવરી સુધીના તેમના પેકેજાે વિશેની માહિતી આપવામાં આવે છે. 

જ્યારે પેકેજ આઇબોક્સ ટર્મિનલ પર આવે છે, ત્યારે ગ્રાહકને એક એસએમએસ દ્વારા નોટિફિકેશન મોકલવામાં આવે છે, જેમાં આઇબોક્સનું જીપીએસ લોકેશન, એક ઓટીપી અને ક્યુઆર કોડ શામેલ છે.આ પછી ગ્રાહક આઇબોક્સ પર જાય છે અને તેમાં પોતાનો નોંધાયેલ મોબાઇલ નંબર અને ઓટીપી અથવા ક્યુઆર કોડ દાખલ કરે છે, ત્યારબાદ બોક્સ ખુલે છે અને ગ્રાહક તેનું પેકેજ લઈ શકે છે. ગ્રાહકનું ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ચેક બુક અથવા રીટર્ન ચેક આઈબોક્સમાં સાત દિવસ રહે છે, જે દરમિયાન ગ્રાહક તેને લઈ શકે છે.

આ રીતે, આઈબોક્સ સાથે ગ્રાહકોની સગવડ વધી છે અને હવે બેંકના વ્યસ્ત કામકાજના સમય દરમિયાન શાખાની મુલાકાત લેવાની જરૂર નથી. આઈસીઆઈસીઆઈ બેંકની શાખાઓમાં આઇબોક્સ ટર્મિનલ્સ જે શહેરોમાં લગાવવામાં આવ્યા છે તેમાં દિલ્હી-એનસીઆર, મુંબઇ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, પુના, નવી મુંબઈ, સુરત, જયપુર, ઇન્દોર, ભોપાલ, લખનઉ, નાગપુર, અમૃતસર, લુધિયાણા અને પંચકુલા જેવા શહેરોનો સમાવેશ થાય છે. આ દસ્તાવેજાે પ્રાપ્ત કરવા માટે તેમના ઘરે હાજર ન હોય તેવા લોકો માટે આ સુવિધા વધુ ફાયદાકારક છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution