11, જુલાઈ 2020
આણંદ, તા.૮
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ બજારમાં થતાં સુધારાં અને માર્કેટ ઇન્ટેલિજેન્સ વિષય પર તાજેતરમાં સેન્ટર ઓફ એગ્રિકલ્ચરલ માર્કેટ ઇન્ટેલિજન્સ નાહેપ કાસ્ટ દ્વારા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય વક્તાઓએ કૃષિ બજારના વિવિધ પાસાઓ પર પરિચય આપ્યો હતો. આ સંદર્ભમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અમલમાં મૂકેલાં રિફોર્મ્સ e-NAM 2016, Model APMC Act 2003, Model APML Act 2017, Model Contract farming Act 2018, Ordinance on Agriculture 2020નું અમલીકરણ ખૂબ નબળું છે. તેથી સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તો ખેડૂત ફાયદામંદ રહેશે. તેમજ અનુસ્નાતક વિદ્યાર્થી, કૃષિ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો દ્વારા વધુ સંશોધન કરવાની જરૂર છે, જેનાં દ્વારા ખેડૂતોના આવક સ્ત્રોતમાં વધારો કરી શકાય છે, તેમ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, મોડર્ન આઇટી ટૂલ્સ જેવા કે મોબાઇલ એપ્લિકેશન, વેબસાઇટ વગેરેનો ખેતી માટે યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતને સમયસર પૂરતી માહિતી આપી શકાશે.
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલાં આ વેબિનારમાં રાજ્યના તેમજ રાષ્ટ્રીય સ્તરના કૃષિ નિષ્ણાતો, પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડાૅ. આર.વી. વ્યાસ તથા ડો.આર.સી.અગ્રવાલ (ડીડીજી, એજ્યુકેશન અને નેશનલ ડિઇરેક્ટર- નાહેપ, આઇસીએઆર, ન્યુ દિલ્હી), મુખ્ય અતિથિ અને વક્તા ડો.પી.કે. જાેષી (પૂર્વ ડિરેક્ટર, સાઉથ એશિયા, આઈએફપીઆરઆઈ), સલાહકાર ડો.પ્રભાતકુમાર(નેશનલ કોર્ડિનેટર, નાહેપ-કાસ્ટ, આઇસીએઆર, ન્યુ દિલ્હી) તેમજ કન્વીનર ડાૅ.આર.એસ પુડિં૨ (પ્રોફેસર એન્ડ પ્રોજેક્ટ ઇન્વેસ્ટિગેટર નાહે૫ કાસ્ટ, એએયુ) અને ડાૅ.ઋતંભરા સિંઘ (કો.પ્રોજેક્ટ ઇન્વેસ્ટિગેટર, નાહેપ કાસ્ટ, એએયુ)ની અધ્યક્ષતામાં વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મુખ્ય વક્તાપદે ડો.અંજની કુમાર (સિનિયર રિસર્ચ ફેલો, આઈએફપીઆરઆઈ, ન્યુ દિલ્હી) ડો. સ્મિતા સિરોહી (હેડ ડીઇએસએમ, એડવાઇઝર, એમબેસી ઓફ ઇન્ડિયા, બ્રુસેલ્સ, બેલ્જિયમ), ડો.રાજેશ શર્મા,(પ્રોફેસર એન્ડ હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર ઇકોનોમિક્સ, સીઓએ, એસકેઆરએ યુ, બિકાનેર), ડો.રાકા સકશેના, (પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ, આઈસીએઆર, એનઆઈએપી, ન્યુ દિલ્હી), ડો.ડી.બી.યાદવ (પ્રોફેસર હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર ઇકોનોમિક્સ, એમપીકેવી, રાહુરી) ઉપસ્થિત રહ્યાં હતાં.