લોકસત્તા ડેસ્ક

લૂ લાગવી એક એવી સ્થિતી છે જેમાં શરીર વધારે ગરમ થઇ જાય છે. ગરમીની સૌથી વધારે ગંભીર અસર તે સમયે થાય છે જ્યારે તમારા શરીરનું તાપમાન 40 ડિગ્રી સેલ્યિસ એટલે કે 104-105 ડિગ્રી ફેરનહીટ અથવા વધારે થઇ જાય. ગરમીના મહીનાઓમાં આ સ્થિતી સૌથી વધારે હોય છે. લૂ લાગે તો તાત્કાલિક સારવાર જરુરી છે. સારવાર ન મળે તો જલ્દી તમારા મગજ,દિલ ,કિડની અને મસલ્સને નુકસાન પહોંચી શકે છે. સારવારમાં જો વિલંબ થાય તો વધારે નુકસાન થઇ શકે છે અને મોતના જોખમને વધારી દે છે.

લૂ લાગવાના લક્ષણોને કેવી રીતે ઓળખશો

શરીરનું ઉચ્ચ તાપમાન થર્મોમીટર પર 40 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 104-105 ડિગ્રી ફેરનહીટ થાય તે લૂ લાગવાનો મુખ્ય સંકેત છે.

પરિવર્તિત માનસિક સ્થિતી અથવા વ્યવહાર ભ્રમ , બેચેની,અસ્પષ્ટ અવાજ ચિડિયાપણુ અને કોમામાં જવું

પરસેવાના રંગમાં બદલાવ આવવો ગરમ હવામાનથી લૂ લાગે અને તમારી ચામડીને સ્પર્શ કરે તો ગરમ અને સુકુ લાગે છે.

પેટમાં સારુ ન લાગે અને ઉલ્ટી થઇ શકે છે.

સ્કિનનો રંગ ઉડી જવો તમારી સ્કિન લાલ થઇ શકે છે કારણ કે તમારા શરીરનું તાપમાન વધે છે.

વધારે ઝડપથી શ્વાસ લેવા આ પણ લૂ લાગવાનુ એક લક્ષણ છે.

લૂ લાગવાના કારણો

1 ગરમ વાતાવરણના સંપર્કમમાં આવવું

2 ગરમ વાતાવરણમાં કઠોર કામ કરવું

3 અતિ વધારે કપડા પહેરવા

4. ડિહાઇડ્રેટ થવું દારુ પીવું

લૂ લાગે તો શું સારવાર કરશો ?

ઇમરજન્સી સારવારની રાહ જોતી વખતે ગરમ વ્યક્તિને ઠંડુ કરવા તરક કાર્યવાહી કરો. પીડિત વ્યક્તિને છાયામાં અથવા ક્યાક ઇન્ડોર લઇ જાવ. વધારે કપડા હટાવી દો. બાજુમાં ઉપલબ્ધ પાણીથી ઠંડુ કરવાની કોશિશ કરો અથવા પાણીના ઠંડા ટબમાં નાખો અથવા ઠંડા ફુવારાથી છાંટો. ઠંડા પાણીથી સ્પંજ કરો અથવા બરફ પેક રાખો