નર્મદા-

નર્મદા જિલ્લામાં હાલ ચોમાસામાં ખાસ કરીને સરિસૃપો વન્યજીવો ખાસ દેખાતા હોય છે ત્યારે કેટલાક ઇસમો આવવાની દોસ્તી વન્યપ્રાણીઓને પકડીને તેને ઊંચા દામે પરપ્રાંતમાં વેચીને નાણાં કમાવવાનો ગેરકાયદે વેપલો કરતા હોવાનું બહાર આવ્યું છે. જેમાં દેડીયાપાડા વનવિભાગ અને વડોદરાની ટીમે સંયુક્ત ઓપરેશન કરીને 15 જેટલી આંધળી ચાકરણ સાથે ત્રણ આરોપીઓને રંગેહાથ પકડી વન્ય જીવોની તસ્કરી નો પર્દાફાશ કરતાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ ગઈકાલે દેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા, (એસપીસીએ ) વડોદરા તથા વિશ્વ હિન્દુ પરિષદ ગોરક્ષા વિભાગના સંયુક્ત ઓપરેશનથી રાજ્યમાં સૌથી મોટા ગણાતા વન સરીસૃપ પ્રાણી 15 જેટલી આંધળી ચાકરણને પકડી પાડી, આ તમામ વન્યજીવો 15 આંધળી ચાકરણ સાપ ને બચાવી લેવાયા હતા. જેમાં જતીનભાઈ વ્યાસ, દિપેનસિંહ પરમાર, અંકુરભાઇ પટેલ, વિશાલભાઈ મરાઠી, જૈમિનભાઈ રાવલ અને ગુજરાત રાજ્ય વન વિભાગના દેડીયાપાડા રેન્જ ફોરેસ્ટના ડી.સી.એફ. નીરજકુમાર આરએફઓ, જે.બી. ખોખર. આરએફઓ સપનાબેન ચૌધરીની જહેમતથી વન્યજીવોનું ગેરકાયદે આંતરરાજ્ય વેચાણ અને છોકરાને પકડી પાડી આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ નરેન્દ્ર વસાવા, અર્જુન વસાવા (બને રહે,મોસ્કુટ ) અને ફયાઝ અલીને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સોરાપાડા રેન્જના આર.એફ.ઓ જે.બી.ખોખર ના જણાવ્યા અનુસાર અમને આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ બાતમી મળી હતી તેથી, અમે ત્રણ-ચાર દિવસથી વોચમાં હતા. અમારી ટીમે આ આરોપીઓને ગઈકાલે રાત્રે મોસ્કુટ થી પકડી લાવ્યા છીએ તેમની પૂછપરછ કરતા બતાવેલ જગ્યાએ છુપાવેલ 15 ચાકરણ ને કબજે લીધા છે.અને તેમની સામે ભારતીય વાઈલ્ડ લાઇફ 1972 ની કલમ મુજબ તેમની સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજે ત્રણ આરોપીઓને દેડીયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે જોકે તેમની સાથેના બે સાગરીતો ફરાર થઈ ગયા છે. તેમને પણ પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.