દિલ્હી-

હવે દેશની ૩૫ ટકા વસતીને સિંગલ ડોઝ, ૬૫ ટકા વસતીમાં એન્ટિબોડી હોવાથી જાેખમ અત્યંત ઓછું ,બીજી લહેર પહેલી લહેરના ૬ મહિના પછી આવી હતી, બીજી લહેરનો પિક વીત્યે ૪ મહિના થયા દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા અંગે ચર્ચા ફરી જાેરમાં છે. મોટા ભાગના વિજ્ઞાનીઓનું માનવું છે કે હાલ ત્રીજી લહેરની આશંકા નથી. કેટલાક કહે છે કે ઓક્ટોબરમાં આવી શકે પણ પાછલા ટ્રેન્ડ અને બદલાયેલી સ્થિતિ એવો સંકેત આપે છે કે ત્રીજી લહેરનું જાેખમ બહુ ઓછું છે.

વિજ્ઞાનીઓ તે માટે મુખ્ય ૨ કારણ જણાવે છે. પહેલું- દેશની ૩૫% વસતીને વેક્સિનનો પહેલો ડોઝ મળી ચૂક્યો છે. આગામી ૨ મહિનામાં સિંગલ ડોઝ લેનારાઓની સંખ્યા ૫૦%ને પાર જઇ શકે છે. બીજું કારણ- દેશની ૬૫% વસતીમાં એન્ટિબૉડી જણાયા છે. એન્ટિબૉડી સંક્રમણ થયા પછી જ બને છે. આને હર્ડ ઇમ્યુનિટી કહે છે. મતલબ કે આટલી મોટી વસતીમાં ફરી સંક્રમણનું જાેખમ આગામી ૬ મહિના સુધી નહિવત્‌ છે, કેમ કે શરીરમાં એન્ટિબૉડી સરેરાશ ૬ મહિના સુધી રહે છે.જેમને અત્યાર સુધી વેક્સિન નથી અપાઈ અને તેમનામાં એન્ટિબોડી પણ નથી... તેમને આવનારા દિવસોમાં વધારે સાવચેત રહેવાની જરૂર દેશમાં ૪૫.૬૧ કરોડ લોકોને પ્રથમ ડૉઝ, ૧૩.૨૮ કરોડને બંને ડૉઝ આપી દેવાયા છે. આ વસતી હવે કોરોનાના ગંભીર સંક્રમણના ખતરાથી બહાર છે.તેમને જાે સંક્રમણ થશે તોપણ ખૂબ જ ઓછા લોકોને હોસ્પિટલે જવાની જરૂર પડશે. બીજી બાજુ જે લોકોમાં એન્ટિબોડી છે, તેમને પણ ખતરો ઓછો છે. પણ જે લોકોએ ન તો વેક્સિન લીધી છે અને તેમનામાં એન્ટિબોડી પણ નથી તે સંક્રમણનો સૌથી પહેલાં શિકાર બનશે.