એસ.ટીનો મહત્વનો ર્નિણયઃતહેવારોમાં ભાવનગર એસ.ટી ડિવિ. એક્સ્ટ્રા બસો દોડાવાશે
01, નવેમ્બર 2023

ભાવનગર,તા.૧

દિવાળીના તહેવારોને લઈને ભાવનગર એસટી ડીવીઝન દ્વારા ભાવનગર સહિત ડિવિઝન હેઠળના આઠ ડેપો માથી મુસાફરોને સ્થળે પહોંચાડવા તથા ત્યાંથી લાવવા માટે રેગ્યુલર ટ્રીપ ઉપરાંત વધારાની ૧૫૦ બસો દોડાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. દર વર્ષે દિપોત્સવ પર્વમાં રાજ્ય માં વિવિધ મહાનગરોમાં વસતાં પ્રવાસીઓ ને તહેવાર નિમિત્તે સુખરૂપ અને આરામદાયક સુરક્ષિત મુસાફરી માટે એસટી ડિવિઝન દ્વારા વધારાની બસો દોડાવવામાં આવે છે જેથી ખાનગી બસોમાં મોંઘા ટીકીટ-ભાડા ખર્ચ થી લોકો બચે અને મુસાફરી માટે ઘસારો પણ ન થાય આ વર્ષે પણ રાજ્ય સાથોસાથ ભાવનગર એસટી ડિવિઝન દ્વારા તા,૩૦ ઓક્ટોબરથી ભાવનગર મુખ્ય ડિવિઝન તથા ભાવનગર હેઠળના ગારિયાધાર તળાજા, મહુવા પાલીતાણા બોટાદ બરવાળા અને ગઢડા ડેપો માથી કુલ ૧૫૦ થી વધુ બસો સુરત, અમદાવાદ, વડોદરા, વડતાલ, છોટાઉદેપુર, દાહોદ સહિતના શહેરો માટે દોડાવવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution