અમદાવાદ-

ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, એડવાન્સ ઓથોરાઈઝેશન લાયસન્સીઝને અગાઉથી ઈન્ટિગ્રેટેડ જીએસટીનું રિેબેટ અથવા તો રિફંડ મળી શકે નહીં. વર્ષ ૨૦૧૮માં કેન્દ્ર સરકારે સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ (CGST)ના કાયદામાં જે સુધારો કરેલો છે તે યોગ્ય છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે, આ કાયદામાં થયેલો સુધારો પાછલી અસરથી એટલા માટે અમલમાં મુકવામાં આવેલો છે કે, વચ્ચેનો જે સમય છે તેમાં જે પણ વિરોધાભાસ થાય તો તેને ટાળી શકાય. આ ઉપરાંત, એવા નિકાસકારો કે જેમણે પહેલાથી જ બીજા વિકલ્પ હેઠળ રિફંડનો દાવો કરેલો છે, તે નિકાસકારોએ વ્યાજ સાથે IGST ચૂકવવું પડશે અને ITC (ઈનપુટ ટેકસ ક્રેડિટ) લેવી પડશે.

આ સુધારાના કારણે, રિફંડનો દાવો કરવાનો વિકલ્પ નિકાસકારો માટે મર્યાદિત નથી. જે નિકાસકારો માત્ર મૂળભૂત કસ્ટમ ડયુટી (BCD) છૂટનો લાભ મેળવે છે અને કાચામાલ પર IGST ચુકવે છે, ત્યાંથી નિકાસકારો, જે બીજા વિકલ્પ હેઠળ રિફંડનો દાવો કરવા માગતો હોય તે હવે બદલી શકે છે. 

કેસની વિગત જોઈએ તો, એડવાન્સ ઓથોરાઈઝેશન લાયસન્સ ધરાવનારાઓને ઈન્ટિગ્રેટેડ જીએસટી અને IGSTના છૂટછાટ વગર કાચો માલ આયાત કરવાનો હક હતો. જો કે, કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર ૨૦૧૮માં નિયમોમાં સુધારો કર્યો અને તેને જુલાઈ-૨૦૧૭થી એટલે કે પાછલી અસરથી અમલમાં મૂકેલો છે. આ સુધારા મુજબ, જો કાચા માલની આયાત કરતી વખતે અગાઉથી અધિકૃતતા અથવા માનવામાં આવતી નિકાસના લાભો મેળવવામાં આવ્યા હોય તો આ હકને પ્રતિબંધિત કરવામાં આવે છે. જેની સામે, નિકાસકારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.