16, માર્ચ 2021
દિલ્હી-
ભારતમાં ખાનગી ક્ષેત્રના વ્યવસાય અને ઉદ્યોગ જગત દ્વારા કરવામાં આવતા પરોપકારી કાર્યમાં નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦માં ૨૩ ટકાનો વધારો થયો છે. આ સમય દરમિયાન તેમણે પરોપકારી કાર્યો માટે ૬૪,૦૦૦ કરોડનું દાન આપ્યું છે. ખાનગી ક્ષેત્રના દાનમાં આ વધારો ધનાઢ્ય પરિવારો દ્વારા કરવામાં આવતા દાનમાં લગભગ ત્રણ ગણા વધારાને કારણે પણ છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દેશના ધનાઢ્ય પરિવારોએ ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
બેઇન એન્ડ કંપની અને દાસરા દ્વારા તૈયાર ઈન્ડિયા ફિલથ્રોપી રિપોર્ટ ૨૦૨૧માં આ જાણકારી આપવામાં આવી છે. આ અહેવાલમાં જણાવાયું છે કે, ભારતમાં ખાનગી ક્ષેત્રમાં પરોપકાર વધી રહ્યો છે. ખાનગી ક્ષેત્રની જેમ અન્ય તમામ પ્રકારના ભંડોળ-વિદેશી, કોર્પોરેટ અને નાના દાતાઓની ફંડિંગ લગભગ સ્થિર છે, પરંતુ હાઈ નેટવર્થવાળા વ્યક્તિઓ અથવા પરિવારો દ્વારા દેવામાં આવતા ફંડમાં વધારો થઈ રહ્યો છે. ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવતા દાનમાં લગભગ એક ચતુથાર્ત વિદેશી દાતાઓનો, લગભગ ૨૮ ટકા દેશી કંપનીઓ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટીના રૂપમાં અને નાના રોકાણકારોનો ભાગ આશરે ૨૮ ટકા છે. આ પછી બાકી વધેલ ૨૦ ટકા ભાગ ધનાઢ્ય પરિવારો દ્વારા આપવામાં આવેલા દાનનો છે.
નોંધનીય છે કે, ભારતના કોર્પોરેટ જગતમાં પરોપકારી કાર્યોનું સંચાલન વિપ્રોના સંસ્થાપક ચેરમેન અઝીમ પ્રેમજી કરી રહ્યા છે. ગત વર્ષે ૨૦૨૦માં જાહેર કરવામાં આવેલા એડલગીવ હુરુન ઈન્ડિયાના પરોપકારીઓની યાદીમાં અઝીમ પ્રેમજી અને તેના પરિવારે ૭૯૦૪ કરોડના દાન સાથે ટોચ પર રહ્યા હતા. આ યાદીમાં એચસીએલ ટેક્નોલોજીસના સ્થાપક અધ્યક્ષ શિવ નાદર અને તેમનો પરિવાર આ યાદીમાં બીજાે ક્રમ મેળવ્યો છે, જ્યારે પરોપકારીની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (ઇૈંન્)ના અધ્યક્ષ અને સૌથી ધનિક ભારતીય મુકેશ અંબાણી ત્રીજા ક્રમે છે.