કાબૂલ-

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાની વાપસી બાદથી ત્યાં ફરીથી તાલિબાનનો આતંક વધી ગયો છે. હવે તાલિબાને ક્રૂરતાની તમામ હદ પાર કરી દીધી છે. તાલિબાનના આંતકીઓએ એક છોકરીની માત્ર એટલા માટે હત્યા કરી દીધી કારણ કે તેણે ટાઇટ કપડા પહેર્યા હતા અને તેની સાથે કોઇ પુરુષ સાથી નહોતો.

રિપોર્ટના મતે ઘટના ઉત્તર બલ્ખ પ્રાંતના સમર કાંદિયાનના એક ગામની છે જેના પર સંપૂર્ણપણે તાલિબાનીઓનો કબ્જાે છે. બલ્ખના પોલીસ પ્રવકતા આદિલ શાહે કહ્યું કે છોકરીનું નામ નાજનીન હતું અને તે ૨૧ વર્ષની હતી.તેમણે કહ્યું કે છોકરી પોતાના ઘરેથી બલ્ખની રાજધાની મજાર-એ-શરીફ જઇ રહી હતી. તે પોતાના ઘરેથી નીકળીને ગાડીમાં બેસી જ રહી હતી ત્યારે આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી. પોલીસે કહ્યું કે છોકરીએ બુરખો પહેર્યો હતો. જાે કે તાલિબાને આ આરોપોને નકારી દીધા છે.

અફઘાનિસ્તાનમાં જેમ-જેમ તાલિબાનનો કબ્જાે વધી રહ્યો છે તેમ-તેમ છોકરીઓ અને મહિલાઓ પર અત્યાચાર પણ વધવા લાગ્યા છે. તાલિબાન છોકરીઓ અને મહિલાઓનું અપહરણ કરી રહ્યા છે અને તેમના આતંકીઓ તેમની સાથે જબરદસ્તી લગ્ન કરી રહ્યા છે.ધ મેલે રવિવારના રોજ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે તાલિબાન જેવું જ કોઇ નવા વિસ્તાર કે શહેર પર કબ્જાે કરે છે કે તરત જ મસ્જિદોમાંથી પોલીસકર્મીઓ અને સરકારી કર્મચારીઓની પત્નીઓ અને વિધવાઓને તેમને સોંપવાનું એલાન કરે છે. તાલિબાનના વધતા જ પરિવારોમાં ડર છે અને તે પોતાના ઘરની મહિલાઓ અને છોકરીઓને કાબુલની સુરક્ષિત જગ્યાએ મોકલી રહ્યા છે જેથી કરીને તેમને આતંકીઓથી બચાવી શકાય. અફઘાનિસ્તાનના તખાર અને બદાખશાન વિસ્તારમાં મહિલાઓ સાથે જબરદસ્તી લગ્ન કરવાના મામલા સામે આવ્યા છે. આવો જ કિસ્સો બામ્યાન પ્રાંતમાં પણ સામે આવ્યો હતો. જાે કે બામ્યાનથી અફઘાની સેનાએ તાલિબાનીઓને ખદેડી દીધા છે.