અમદાવાદ, અમદાવાદમાં બેન્ક બહાર લાંબી લાંબી કતારો લાગી છે. સીએમ આવાસ યોજનાના ફોર્મ લેવા માટે લોકોએ કોરોનાકાળમાં પણ જીવ જાેખમમાં મૂકીને લાંબી લાઈનો લગાવી છે. મોટી સંખ્યામાં અરજદારો બેન્કો બહાર ઉમટી પડતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે નવા વર્ષની શરૂઆતમાં સીએમ આવાસ યોજના હેઠળ મળતા ફોર્મ વહેંચવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે આજે વહેલી સવારે ખાનગી બેન્કોની બહાર ફોર્મ લેવા માટે લોકોએ લાંબી લાંબી કતારો લાગી છે. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનો રીકસરનો અભાવ જાેવા મળ્યો હતો. વહેલી સવારથી લોકોની કતાર લગતા પોલીસ પણ પહોંચી ગઈ છે.