ગોહાટી-

ઇશાન ભારતના આસામમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (આફસ્પા) 1958નો અમલ વધુ છ માસ માટે લંબાવવામાં આવ્યો હતો. આ હુકમ 28મી ઑગષ્ટથી અમલી બનશે એવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

સરકારી જાહેરાતમાં જણાવ્યા મુજબ આસામ અને આસપાસના વિસ્તારોમાં સતત આતંકવાદી હુમલા થતા રહ્યા હોવાથી અને અવારનવાર ગેરકાયદે શસ્ત્રો તેમજ વિસ્ફોટકો પકડાતાં હોવાથી આફસ્પાને લંબાવવામાં આવ્યો હતો. જાે કે આસામના નાગરિકોની વિવિધ સંસ્થાઓ તેમજ સ્થાનિક રાજકીય પક્ષો તથા મિડિયા આ કાયદાનો અમલ ખસેડી લેવાની સતત માગણી કરી રહ્યા હતા. પરંતુ કેન્દ્રના ગૃહ ખાતાને ગુપ્તચર ખાતા દ્વારા તેમજ પોલીસ અને લશ્કરી સૂ્‌ત્રો દ્વારા મળેલી માહિતીના આધારે આ કાયદાનો અમલ વધુ છ માસ માટે લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી. 

આસામની પહેલાં આ કાયદો મણીપુરમાં અમલમાં હતો. છેક 1990થી આ કાયદો અમલમાં રહ્યો હતો. ત્યારબાદ આસામ અને ઇશાનનાં બીજાં રાજ્યોમાં પણ એનો અમલ લાગુ કરવામાં આવ્યો હતો.