રાજકોટ-

ઉપલેટા તાલુકાના ભીમોરા ગામે ભાદર નદીના કાંઠે રમેશભાઈ જાવીયાની વાડીમાં કામ કરતા રમેશભાઈ માનસિંગભાઈના પરિવારના સભ્યો સહિત કુલ ૩૦ જેટલા ખેત મજૂરો ગઈકાલ સાંજે ભારે વરસાદના કારણે વાડીમાં ફસાયેલ હતા. કોઝ-વેમાં પાણી વધુ હોવાથી વહીવટી તંત્ર દ્વારા ફસાયેલા લોકો સાથે રાત્રિના પણ સતત સંપર્ક ચાલુ રાખ્યો હતો. 

આજે સવારે પુરના પાણી ઓસરતા એસ.ડી.આર.એફ. ની ટીમ રેસ્ક્યુ કરીને બોટ મારફતે તમામ લોકોને ભીમોરા ખાતે સલામત સ્થળે ખસેડ્યા છે. ભીમોરા ખાતે રેસ્ક્યુ કાર્યવાહી માટે મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી ડઢાણીયા, એસ.ડી.આર.એફ. ના પી.એસ.આઇ. વાળા, પાટણવાવના પી.એસ.આઈ. રાણા, સર્કલ અધિકારી રામભાઈ, રેવન્યુ તલાટી ખુશીલ મકવાણા વગેરેએ જહેમત ઉઠાવી હતી.