અમરેલી અમરેલી જિલ્લામાં આખલાનો આતંક યથાવત જાેવા મળી રહ્યો છે. આખલાની સમસ્યા હવે ગંભીર બની રહી છે. ત્યારે ગઈકાલે ચલાલા શહેરમાં સર્વે જ્ઞાતિના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંડપની અંદર બે આખલા ઘૂસી ગયા હતા અને અંદર ઘમાસાણ શરૂ કરી હતી. ઓચિંતા આખલા આવી ચડતા ભારે અફડા તફડી મચી હતી. લગ્નમાં આખલાઓએ યુદ્ધ શરૂ કરતા તમામ લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ મહેમાનોને અને ઢોલ વાળા પણ ઢોલ લઈને ભાગ્યા હતા. ચારે તરફ લોકોએ આખલાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાઓએ પાણીનો છટકાવ કરી આખાલ યુદ્ધ રોકવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, સદનસીબે કોઈને જાનહાનીં થઈ ન હતી. જેના કારણે મોટી દૂર્ઘટના અટકી હતી. અહીં સમૂહ લગ્ન હોવાને કારણે મોટી સંખ્યામાં માનવ મહેરામણ વચ્ચે આખલાએ રીતસર ભાગદોડ મચાવી દીધી હતી. જેનો વીડિયો પણ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો છે. મંડપમાં શાસ્ત્રીઓ દ્વારા આખલા હોવાને કારણે તકેદારી રાખવા માટેની પણ જાહેરાત કરવાની ફરજ પડી હતી. આખલા હવે રાજયભરમાં આતંક મચાવી રહ્યા છે. અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. તેમજ કેટલાય લોકોને ઈજા પણ પહોંચાડી છે. ત્યારે અમરેલીમાં તો અનેક વખત બાઇક સહિત વાહનોમાં આખલાઓએ નુકસાન પોહચાડ્યું હતું.