ગુજરાતમાં હજુ સુધી 60 ટકા લોકો કોરોનાથી સંક્રમિત થયા જ નથી

અમદાવાદ-

દેશભરમાં ફેલાઇ રહેલા કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદમાં એએમસીએ કરેલા શિરો સર્વે સામે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. કોરોના મહામારી કેટલા લોકો સુધી પહોંચી અને કયા વિસ્તારોમાં સૌથી વધારે અસર જાેવા મળી. આવી રીતે પાછલા દિવસોમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સર્વે કરાવવામાં આવ્યો હતો. તે પછી હવે શિરો સર્વેનો રિપોર્ટ સામે આવ્યો છે, પરંતુ આ રિપોર્ટને લઈને અનેક સવાલો ઉભો થયો છે.

એએમસીએ કરેલા શિરો સર્વેને લઈને ઉભો થયેલા પ્રશ્નાર્થ મામલે અસારવા સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડૉ.રજનીશ પટેલનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે શિરો સર્વે માટે ૬૦%થી વધુ લોકોના સેમ્પલ અનિવાર્ય હોય છે. ગુજરાતમાં હજુ સુધી ૬૦% લોકો સંક્રમિત જ થયા નથી. એટલું જ નહીં રાજ્યમાં હર્ડ ઈમ્યુનિટી પણ ન બની હોવાનું કહેતા મોટો ખળભળાટ મચ્યો છે.

અમદાવાદ કોર્પોરેશન દ્વારા કોરોના મામલે કરાયેલ શિરો સર્વે સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. શિરો સર્વેમાં લેવાયેલ સેમ્પલની કામગીરી બિન જરૂરી છે. હર્ડ ઇમ્યુનિટીની તપાસ માટે શિરો સર્વે મહત્વ રૂપ કામગીરી નિભાવે છે. કોઈ પણ જગ્યાએ સર્વે કરાવીએ તો કુલ વસ્તીના ૬૦ ટકાથી વધુ લોકોના સેમ્પલ અનિવાર્ય બનતા હોય છે, પરંતુ શિરો સર્વેમાં આ શક્ય બન્યું નથી. જાે રાજ્યની ૬૦ ટકા વસ્તી સંક્રમિત થઈ હોય તો જ હર્ડ ઇમ્યુનિટી વિકસિત થાય છે. પરંતુ રાજયમાં ૬૦ ટકા લોકો સંક્રમિત થયા જ નથી જેથી રાજ્યમાં હર્ડ ઇમ્યુનિટી બની જ નથી. શિરો સર્વેની કોઈ જ જરૂરિયાત રહેતી નથી.

બીજી બાજુ જે લોકોના શરીરમાં એન્ટીબોડી મળી છે, તેનાથી સ્પષ્ટ છે કે, કોરોના આ લોકો સુધી પહોંચ્યો હતો પરંતુ શરીરમાં રહેલી ઈમ્યુનિટિથી તેમના પર કોઈ અસર જાેવા મળી નહતી. એટલે એસિમ્પ્ટોમેટિક લોકો હતા. આનાથી પહેલા મુંબઈમાં થયેલા સીરો સર્વેમાં જાણકારી સામે આવી હતી કે, મુંબઈના સ્લમ વિસ્તારોમાં ૫૭ ટકા અને નોન સ્લમ વિસ્તારોમાં ૧૬ ટકા લોકોમાં એન્ટીબોડી મળી હતી. નિષ્ણાતોનું માનવું છે કે, આનાથી હર્ડ ઈમ્યૂનિટી તૈયાર થવાનો રસ્તો પણ કહી શકીએ છીએ. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ એજ્યુકેશન પૂણે દ્વારા શિરો સર્વે પુણે શહેરના પાંચ વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો. આ વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં વસ્તી રહે છે. જાણકારી અનુસાર, ૨૦ જૂલાઈથી ૫ ઓગસ્ટ વચ્ચે આ સર્વે કરવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution