જૂનાગઢમાં વણઝારી ચોક ગરબી મંડળમાં ૧૮૦ બાળાઓ ગરબે ઘુમી
09, ઓક્ટોબર 2021

જૂનાગઢ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા માં આજે નવરાત્રિ ના પ્રથમ દિવસે શહેર અને તાલુકાઓના જુદા જુદા વિસ્તારોમાં શેરી ગરબાઓનો પ્રારંભ થયો હતો. ગરબીના સંચાલકોએ પ્રથમ દિવસએ આરતી કરી ગરબીની શરૂઆત કરી હતી. કોરોનાના લીધે બે વર્ષ દરમ્યાન નવરાત્રી પર્વે ગરબીના આયોજનો પર રોક લાગી હતી. જેની સામે ચાલુ વર્ષે મર્યાદિત સંખ્યામાં નવરાત્રિ મહોત્સવ યોજવા માટે સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી છે. જેના લીધે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પારંપરીક શેરી ગરબા શરૂ થતા વર્ષો જૂની પરંપરાના દર્શન ફરી જાેવા મળતા હતા. જેમાં આજે પ્રથમ નોરતાએ જૂનાગઢ શહેરની પ્રખ્યાત એવી વણઝારી ચોક ગરબી મંડળમાં ૧૮૦ જેટલી બાળાઓએ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી હતી. આજે નવરાત્રીના પ્રથમ દિવસે વણઝારી ચોક ગરબીની આરતી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, ગરબીના પ્રમુખ કિશોરભાઈ ધનેશા સહિતનાએ કર્યું હતું. જાે કે, પ્રથમ નોરતે મોટાભાગની ગતબીઓમાં ખેલૈયાઓની પંખી હાજરી જાેવા મળી રહેલ તો લોકોમાં પણ નવરાત્રી ઉત્સવને લઈ કોઈ ખાસ ઉત્સાહ જાેવા મળતો ન હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution