કડી, રાજ્યમાં બીજ તબક્કાની ચૂંટણીનું મતદાન થઇ રહ્યું છે. જેમાં લોકો હવે મતદાન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે આવામાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ પરિવાર સાથે મતદાન કર્યું છે. નીતિન પટેલે કડી વોર્ડ નમ્બર ૪માં જન સુવિધા કેન્દ્રમાં મતદાન કર્યું છે. નીતિન પટેલે પત્ની સુલોચનાબેન પટેલ અને પુત્ર સન્ની પટેલે સાથે મતદાન કર્યું છે. મતદાન બાદ નીતિન પટેલે કહ્યું કે, મહેસાણા જિલ્લાના કડી નપાના મારા વોર્ડમાં પત્ની અને પરિવાર સાથે મત આપવા આવ્યો છું. કડી ભાજપનો ગઢ છે. આ વખતે પણ રાજ્યમાં ઉમેદવારી પાછી ખેંચવામાં રેકોર્ડ બન્યો. કડી નપામાં બે તૃતિયાંશ બહુમતી ભાજપને મળી છે. ૩૬માંથી ૨૬ બેઠક અમારી બિનહરીફ થઈ છે. હું પણ મોટા ભાગના સમયમાં નપા પ્રમુખ અને સભ્ય રહી ચૂક્યો છું. જે ઘડતર થયું એના બાદ મને નાયબ મુખ્યમંત્રી તરીકે ભાજપે સ્થાન આપ્યું છે. હાલ ઉત્સાહપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. સાંજ સુધીમાં સારી ટકાવારી નોંધાશે.