21, જુન 2021
મોરબી મોરબીના મોરબી-નવલખી હાઈવે ઉપર આવેલા ખાખરાળો ગામે એક અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી. અહીં આજે રવિવારે બપોરે હાઇવે ઉપરથી ટ્રક પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રકના પાછળનું એક ટાયર અચાનક નીકળી ગયું હતું. આ ટાયર ફૂલ સ્પીડમાં હાઈવે નજીક આવેલા રવેચી સ્ટી સ્ટોલમાં ઘૂસી ગયું હતું. આ સમયે દુકાનામાં ત્રણ લોકો અને ટીસ્ટોલની બહાર રાખેલા બાંકડા ઉપર બે બાળકો બેઠાં હતા. જાેકે, ટાયરને આવતા જાેઈને લોકો ત્યાંથી હટી ગયા હતા. આમ તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. ટી સ્ટોલને ધડાકાભેર ટાયર અથડાતા તેને મોટું નુકસાન પહોંચ્યું હતું. ટાયર અકસ્માતનો આ સમગ્ર વીડિયો નજીક લગાવેલા સીસીટીવીમાં કેદ થયો હતો. સીસીટીવીમાં જાેઈ શકાય છે કે ટી સ્ટોલ અને દુકાનમાં કેટલાક લોકો ઊભા છે અને બાજુમાં આવેલા હાઈવે ઉપર વાહનોની અવર જવર ચાલું છે. ટ્રકનું ટાયર છૂટું પડીને સીધું જ દુકાનમાં ઘૂસી જાય છે. સમય સૂચકતાથી દુકાનમાં હાજર લોકોનો આબાદ બચાવ થાય છે.