ભાવનગર, ભાવનગરમાં રેલવે ફાટક સતત બંધ રહેતા લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે હવે તો અંતિમ સફર માટે મૈયતને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કુંભારવાડા વિસ્તારમાં રેલવે ક્રોસિંગ પાર કરી અને સૌથી મોટુ મોક્ષ મંદિર અને સૌથી મોટુ કબ્રસ્તાન આવેલું છે. ત્યારે સતત ટ્રેનની અવર-જવરના કારણે ફાટક બંધ રહેતા મૈયતને પણ ફાટક ઉપરથી જીવના જાેખમે લઇને જવું પડી રહ્યું છે. બીજી બાજુ ભાવનગર શહેરમાં આવેલા રેલવે અંડરબ્રિજ નીચે સતત પાણી પડી રહ્યુ છે જેના કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના ઘટી શકે છે. મહાનગરપાલિકા દ્વારા નાખવામાં આવેલી પાણીની લાઈન લીકેજ હોવાથી અંડરબ્રિજ નીચે સતત પાણી ભરાઈ રહ્યું છે. ચોમાસા દરમિયાન તો સ્વિમિંગ પૂલની માફક અંડર બ્રિજ પાણીમાં સમાઈ જાય છે. જેને લઈ લોકોને હાલાકી પડી રહી છે. જેથી તાકી દે પ્રશ્નોનું નિરાકરણ લાવવું જરૂરી છે.

શહેરના કુંભારવાડા અંડરબ્રિજનો પ્રશ્ન છેલ્લ ઘણાં વર્ષોથી સળગી રહ્યો છે આમ છતાં મહાનગરપાલિકાનું તંત્ર જાગી રહ્યું નથી. રેલવે ફાટક બંધ હોય છે ત્યારે આ અંડરબ્રીજ નીચેથી હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે. જાેકે, ત્યા અંડરબ્રીજમાં પણ પાણી ભરાઈ રહેતા શહેરીજનોને ખૂબ જ પરેશાની ભોગવવી પડી રહી છે. આમ છતાં મનપા તંત્ર સામાન્ય પ્રશ્નનું નિરાકરણ નથી લાવી રહ્યું જેનો ભોગ ભાવનગરની જનતા બની રહી છે.

કુંભારવાડા વિસ્તારમાં સૌથી મોટુ મોક્ષ મંદિર અને સૌથી મોટુ કબ્રસ્તાન આવેલું છે. ત્યારે સતત ટ્રેનની અવર-જવરના કારણે ફાટક બંધ રહે છે. જેથી લોકોને હાલાકી પડી રહી છે. અંતિમ સફર માટે પણ લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે મૈયત લઈને જઈ રહેલા લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ફાટક બંધ હોવાના કારણે મૈયતને ફાટક ઉપરથી જીવના જાેખમે લઇને જવું પડ્યું હતું. કુંભારવાડા વિસ્તારમાં આશરે ૩૦ હજારથી વધુ લોકો વસવાટ કરે છે. જેમાં મોટાભાગના લોકોને શહેર તરફ આવવા જવા માટે રેલવે ક્રોસિંગ પાર કરીને જવું પડે છે. કુંભારવાડા રેલવે ક્રોસિંગ દિવસભરમાં અંદાજે ૧૦ કરતા વધુ સમય બંધ કરવામાં આવે છે. જેથી લોકો અંડરબ્રિજનો ઉપયોગ મોટી સંખ્યામાં કરે છે. જાેકે, ચોમાસા દરમિયાન અંડરબ્રિજમાં પાણી ભરાય જાય છે. આ સાથે જ અંડરબ્રિજ નીચે પડી રહેલા પાણીના કારણે સ્ટ્રકચર પણ નબળું પડી ગયું છે જાે કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેની પાછળ જવાબદાર કોણ રહેશે તે પણ સૌથી મોટો સવાલ છે. રેલવે અંડરબ્રિજ નીચે પડી રહેલા પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે.