બોર્ડની જાહેર પરીક્ષામાં પોલીસ પણ પરીક્ષાર્થીઓનો આત્મવિશ્વાશ વધારવા માટે આગળ આવી હતી. શહેરનાં નંદેસરી પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારીઓ અને સી.ટીમ દ્વારા પરીક્ષાર્થીઓનું ગુલાબનું ફુલ અને ચોકલેટ આપી સ્વાગત કર્યુ હતુ અને જર વિના પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓ જણાવી તેમનો આત્મવિશ્વાશ વધાર્યો હતો.

પરીક્ષા કેન્દ્રો પર મંડપ અને પાણીની વ્યવસ્થા

 પોતાનું સંતાન જાહેર પરીક્ષા આપતું હોય ત્યારે સ્વાભાવિક રીતે વાલીઓ ચિંતીત હોય છે. અને પરીક્ષા કેન્દ્ર પર પહોંચતા અને પરીક્ષાનું પેપર પુર્ણ થતા સુધી અનેક વાલીઓ પરીક્ષા કેન્દ્રો બહાર બેસી રહેતા હોય છે. ત્યારે વાલીઓ ને પરીક્ષા દરમ્યાન કેન્દ્ર પર કોઇ મુશકેલી ન પડે તેની તકેદારી શાળા- પરીક્ષા કેન્દ્ર સંચાલકો દ્વારા રાખવામાં આવી હતી.