રાજપીપળા, નર્મદા જિલ્લામાં ગત વખતે ૫ તાલુકા પંચાયતમાંથી ભાજપના ખાતામાં ફક્ત એક જ ગરુડેશ્વર તાલુકા પંચાયત આવી હતી.આ વખતની ચૂંટણીમાં એનું પુનરાવર્તન ન થાય એ માટે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ, વિક્રમ તડવી સહિત ભાજપની ટીમ જિલ્લામાં સંગઠન મજબૂત કરવા અને ચૂંટણી જીતવાની રણનીતિ બનાવવામાં લાગી ગઈ છે.ભાજપની સક્રિયતા સામે કોંગ્રેસ એટલી નિષ્ક્રિય દેખાઈ રહી છે.જાે આવીને આવી જ નિષ્ક્રિયતા રહી તો આ વખતની ચૂંટણી જીતવી કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની જશે.જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી જીતવાની રણનીતિના ભાગરૂપે ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે અમિત શાહ પેટર્ન અપનાવી છે.કગરુડેશ્વરના કોેંગ્રેસી કાર્યકર રવિદાસ ભીલને ભાજપમાં પ્રવેશ કરાવ્યો છે