નવસારીમાં બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનારા 9 કાર્યકરોને ભાજપે સસ્પેન્ડ કર્યા
20, ફેબ્રુઆરી 2021

નવસારી-

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ટિકીટ કપાતા પૂર્વ નગર સેવકો અને પંચાયત સભ્યોએ બળવો કરતા ભાજપ સંગઠન અને તેમના વિરુદ્ધ સખત પગલાં લીધા છે. બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનારા ૯ ભાજપીઓને જિલ્લા ભાજપ પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે. તમામને ૩ વર્ષ માટે પક્ષ સામે બળવો કરતા સસ્પેન્ડ કરતો પત્ર સોશિયલ મીડિયામાં ભાજપ આઈ.ટી સેલ દ્વારા મુકવામાં આવ્યો છે. નવસારીના પૂર્વ નગર સેવક ભુપત દુધાત અને કબીલપોર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ છના જાેગી સસ્પેન્ડ કરાયા છે ઉપરાંત ગણદેવી શહેર ભાજપના મંત્રી નીતાબેન સુર્વે કારોબારી સભ્યો અલ્પેશ પટેલ અને ભવન પટેલ, લઘુમતી મોર્ચાના રિયાઝ મુજાવર તેમજ ભાજપી કાર્યકર મનહર પટેલને સસ્પેન્ડ કરાયા છે,

ચીખલી તાલુકાના અરવિંદ પટેલ અને ગણદેવી તાલુકાના ચંદ્રકાન્ત પટેલને પણ સસ્પેન્ડ. ચુંટણી ટાણે બાગી આગેવાનોને સસ્પેન્ડ કરી અન્ય ભાજપી કાર્યકર્તાઓને સચેત કરવાનો ભાજપનો પ્રયાસ રહેવા પામ્યો છે. નવસારી જિલ્લો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નો ગઢ અને મતદાર ક્ષેત્ર માનવામાં આવે છે ત્યારે કોઈપણ કાર્યકર પાર્ટીની વિરુદ્ધ જઈને કામ કરતો હોય તો તે ચલાવી નહીં લેવાય તેઓ ર્નિણય જાતે સાંસદ સી.આર.પાટીલ લીધો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution