સુરત,તા.૧૦ 

નવસારીમાં વધુ ૨૫ દર્દીઓ મળી આવતાં જિલ્લા આરોગ્ય તંત્રની ઊંઘ હરામ બની છે અત્યાર સુધીમાં નવસારીમાં કોરોના ના કુલ કેસની સંખ્યા ૨૩૬ ઉપર પહોંચી ગઇ છે. સાથે કોરોના ની સારવાર લઈ રહેલા ૧૦ દર્દીઓ સ્વસ્થ છતાં આજે તેમને ઘરે જવા રજા આપવામાં આવી છે.

નવસારીમાં છાપરા રોડ ચપટી નગર સોસાયટીની મહિલાનું મોત થયું હતું. નવસારી ટાઉન અને તેને અડીને આવેલા જલાલપોર. વિજલપોર હોટસ્પોટ બનવા તરફ જઈ રહ્યા છે.અનલોક-૧ માં વધુ છૂટછાટ મળતા કોરોના એ તેનો લાભ લીધો હોય તેમ જે ઝડપથી ફેલાવા લાગ્યો છે. દરમિયાન ૧૦ દિવસ પહેલા ઘાટ ૨૬મીજૂન ના રોજ લગ્ન કરનાર નવસારીના શાંતાદેવી રોડ ખાતે રહેતો ૩૨ વર્ષીય યુવક લગ્નજીવનની શરૂઆત કરે ત્યાં તો તેના ખરાબ દિવસો શરૂ થયા અને કોરોના સંક્રમિત બનતા સારવાર માટે દાખલ કરાયો હતો આ યુવકનું કોરોના થી મોત નિપજતા ગામમાં ગમગીની વ્યાપી જવા પામી છે લગ્નજીવનના સોહામણા સ્વપ્ન લઇને આવેલી તેની પત્નીના તમામ સ્વપ્નો ચકનાચૂર બની જતા નગરમાં લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આજે નવસારીમાં વધુ ૨૫ સામે આવ્યા છે અને કુલ કેસની સંખ્યા ૨૩૮ ઉપર પહોંચી ગઇ છે. કબીલપોર સંતકૃપા સોસાયટીમાં રહેતા ૬૨ વર્ષીય પુરુષ. રોયલ પાર્ક સોસાયટી છાપરા ના ૪૦ વર્ષીય પુરુષ. આશીર્વાદ પાર્ક છાપરા ના ૩૯ વર્ષીય પુરુષ. જમાલપોર લાલ વાવટા તિધરાના ૬૦ વર્ષીય પુરુષ. ખડકી ફળિયા. ૩૪ વર્ષીય પુરુષ. મોટા છીણમ ૨૩ વર્ષીય પુરુષ અને આહિર વાસ છીણમ ના ૩૫ વર્ષીય પુરુષ, બીલીમોરા કોલેજ રોડ ૪૫ વર્ષીય પુરુષ, સહીત ૨૫ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.