નવસારીમાં કોરોનાથી વધુ બેનાં મોત : નવા વધુ ૯ કેસ નોંધાયા
02, ઓગ્સ્ટ 2020

રાનકુવા,તા.૧ 

નવસારી જિલ્લામાં લોકલ સંક્રમણને લઇને કોરોનાવાયરસ હવે ગ્રામ્ય વિસ્તાર સહિત નવસારીના ટાઉન વિસ્તારમાં તેજ ગતિએ ઁપ્રસરી રહ્યો છે અને આજે નવસારી. બીલીમોરા અને ગણદેવી ના વિસ્તારોમાં વધુ ૯ પોઝિટિવ કેસો સામે આવ્યા છે બીજી તરફ જિલ્લા આરોગ્ય વિભાગ સતત દોડતું થયું છે દરમિયાન આજે બે વધુ મોત થતાં ફુલ મોતની સંખ્યા. અડધી સદી ઉપર પહોંચી ગઇ છે.

શનિવારે વધુ ૯ કોરોના પોઝિટિવ કેસો સામે આવતા વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા પોઝિટિવ આવેલા કેસ વિસ્તારમાં કોરનટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોઝિટિવ આવેલા કેસોમાં ૭૪ વર્ષીય પુરુષ, (છાત્રા ફળિયું નવસારી)૬૨ વર્ષીય પુરુષ (તરોટા બજાર ની વાડી નવસારી)૬૬ વર્ષીય પુરુષ (ટેકરા ફળિયો અબ્રામા જલાલપોર)૫૮ વર્ષીય પુરુષ, ૫૨ વર્ષીય પુરુષ (કાયા તળાવ અમલસાડ)૪૨ વર્ષીય પુરુષ (રુક્ષ્મણી પાર્ક સમરોલી ચીખલી)૬૫ વર્ષીય પુરુષ.૬૨ વર્ષીય પુરુષ (રાજપુત ફળિયા નવસારી) વગેરે સામેલ છે.કુલ કેસની સંખ્યા ૫૭૫ ઉપર પહોંચી છે જેમાં ૩૭૫ દર્દીઓ સાજા થયા. હાલ ૧૫૧ દર્દીઓ સારવાર હેઠળ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution