પ્યોંગયોંગ-

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉન પણ કોરોના વાયરસથી ડરવા લાગ્યા છે. કોવિડ-૧૯ના ખતરાને જાેતા કિમ જાેંગ ઉન એ માસ્ક ના પહેરનારની સામે આકરી સજાની જાહેરાત કરી છે. ઉત્તર કોરિયાથી આવતા સમાચાર પ્રમાણે માસ્ક ના પહેરનાર નાગરિકોને ૩ મહિના સુધી મજૂરી કરવી પડશે.

કહેવાય છે કે દુનિયાથી કપાયેલ ઉત્તર કોરિયામાં કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે કિમ જાેંગ ઉન એ આ પગલું ભર્યું છે. રેડિયો ફ્રી એશિયાના રિપોર્ટના મતે માસ્ક પહેરનાર લોકોની ધરપકડ માટે વિદ્યાર્થીઓને ‘માસ્ક પેટ્રોલિંગ’ પર મોકલાશે. તેના માટે વિદ્યાર્થીઓનીઓ ભરતી થવાની છે. આ દરમ્યાન જે લોકો માસ્ક વગર દેખાશે તેમને ત્રણ મહિના સુધી કાળી મજૂરી કરવી પડશે.

ઉત્તર કોરિયાએ પોતાના કોરોના વાયરસ કેસને દુનિયાની સામે મૂકયા નથી પરંતુ તેનાથી બચવા માટે તેણે કેટલાંય મોટા પગલાં ભર્યા છે. તેના અંતર્ગત લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે. સાથો સાથ માસ્ક પહેરવું અને સરહદ પર કામ કરનારને અલગ-થલગ રહેવાનું આવશ્યક છે. ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે તેને ત્યાં કોરોના વાયરસનો કોઇ કેસ નથી.