17, સપ્ટેમ્બર 2021
પાટણ-
રાજ્યમાં આગની દુર્ઘટનાઓમાં મોતની ઘટનાઓ રોકવા માટે રાજ્યના અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા અધિનિયમ 2013 મુજબ શાળા અને હોસ્પિટલોમાં ફરજિયાત ફાયર સેફ્ટીની સુવિધા રાખવા અને એન.ઓ.સી લેવા માટેના આદેશો કરવામાં આવેલા હોય પાટણ નગરપાલિકા દ્વારા સર્વે બાદ ફાયર સેફ્ટીની સુવિધા વગરના શહેરની હોસ્પિટલો અને સ્કૂલોને ફાયરસેફ્ટીની એનોસી લેવા માટે નોટિસો આપવામાં આવી હતી. આ ચાર હોસ્પિટલો અને 16 શૈક્ષણિક સંસ્થાના સંચાલકો દ્વારા ફાયર NOC લેવામાં ન આવતા નગરપાલિકા દ્વારા નગરપાલિકા દ્વારા 7 શાળાઓ, 4છાત્રાલય, બે સરકારી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, બે પુસ્તકાલયો, એક સામાજિક સંસ્થા તથા એક સરકારી હોસ્પિટલ અને ત્રણ ખાનગી હોસ્પિટલો મળી કુલ 20 ની યાદી તૈયાર કરી આ સંસ્થાઓના નળ અને ગટર જોડાણ કાપવા માટે પાલિકાએ બે અલગ અલગ ટીમો બનાવી જોડાણો કાપવાની કામગીરી હાથ ધરી છે.