15, નવેમ્બર 2022
અમરેલી, ખાંભા તાલુકાના વાંકીયા ગામની સીમમા એક ખેતરના શેઢા નજીક વિજ તંત્ર દ્વારા વિજપોલ ઉભો કરવાના બદલે ઝાડ સાથે જ વિજતાર બાંધી દઇ કામગીરી કરાતા વિજ તંત્રના જવાબદાર કર્મચારીઓ સામે પગલા લેવા માંગ ઉઠી છે. ખાંભાના વાંકીયા ગામની સીમમા ખાંભા તાલુકા ભાજપ પ્રમુખની વાડીના શેઢે પીજીવીસીએલના કોન્ટ્રાકટરો દ્વારા વિજ લાઇન પસાર કરવાની કામગીરી કરી હતી.
જાે કે અહી કર્મચારીઓએ બુધ્ધિનુ પ્રદર્શન કરી વિજપોલ ઉભો કરવાના બદલે અહી ઉભેલા ઝાડ સાથે જ વિજ તાર બાંધી દેવામા આવ્યા છે. આવી ઘોર બેદરકારી દાખવનાર કર્મચારીઓ અને કામગીરી કરનાર કોન્ટ્રાકટર સામે પગલા લેવામા આવે તેવી માંગ ઉઠી છે. આ રીતે ઝાડ સાથે ચાલુ વિજ તાર બાંધી દેવામા આવ્યા હોય અહી કોઇ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તેવા સવાલો પણ ઉઠી રહ્યાં છે.