ન્યૂ દિલ્હી

અનલૉકની તૈયારીઓ સાથે સરકાર રાહત પેકેજો આપવાની તૈયારીમાં છે. આ પેકેજ હૉસ્પિટાલિટી, એમએસએમઈ અને રોજગાર પર ફોકસ કરી શકે છે. કોરોના દર્દીઓની સંખ્યા ઘટવાની સાથે જ જેમ જેમ રાજ્ય સરકારો અનલૉકની તૈયારી કરી રહી છે કેન્દ્ર સરકાર રાહત પેકેજ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. એક્સક્લૂસિવ જાણકારી અનુસાર આવતા રાહત પેકેજમાં હૉસ્પિટાલિટી, એમએસએમઈ અને રોજગાર પર ખાસ ફોકસ થઇ શકે છે.

સૂત્રોના અનુસાર આ પેકેજમાં લૉન્ગ ટર્મ પૉલિસી પર ઓછી તાત્કાલિક રાહત આપવા પર વધુ જોર રહેશે. નીતી આયોગ હોટલ અને ટૂરિઝ્‌મ સેક્ટરને મોટી રાહત આપવાના પક્ષમાં છે. આ પેકેજમાં રિયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન સેક્ટરને સરળ ક્રેડિટ અને રોકડ આપવા પર જોર સંભવ છે.

સૂત્રોના હવાલેથી મળતી જાણકારી મુજબ એમએસએમઈ માટે ઇમર્જન્સી ક્રેડિટની સુવિધા જૂન પછી પણ ચાલુ થઈ શકે છે. આ સિવાય નવા રોજગાર પર પ્રોવિડન્ટ ફંડમાં રાહત આપવાની યોજના ફરી શરૂ કરી શકાય છે.

આ સાથે અસંગઠિત ક્ષેત્રના લોકોને સીધી રાહત આપવા માટે પોર્ટલ જલ્દી લૉન્ચ કરી શકાય છે. જ્યારે, મફત અનાજ પ્રદાન કરનારી વડા પ્રધાન ગરીબ કલ્યાણ અન્ના યોજના જૂન પછી પણ ચાલુ રાખી શકે છે.

બીજી તરફ કોરોનાવાયરસ સંક્રમણના નવા કેસોમાં આજે સતત બીજા દિવસે પણ વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨,૧૧,૨૯૮ નવા કેસ નોંધાયા છે. એક જ દિવસમાં ૩,૮૪૭ લોકોની મૃત્યુ થઇ ગઇ છે અને એક જ દિવસમાં ૨,૮૩,૧૩૫ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરરોજ આવતા મોતની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

કોરોનાવાયરસ સંક્રમણની સાથે દેશમાં પણ રસીકરણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮,૮૫,૮૦૫ લોકોને વેક્સીન આપવામાં આવી છે. જે પછી વેક્સીનેશનના કુલ આંકડો ૨૦,૨૬,૯૫,૮૭૪ પર પહોંચી ગયો છે.