પુદ્દુચેરી-

પુડુચેરીમાં કોંગ્રેસની સરકારના પતન પછી હવે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભાજપ અને તેના સાથી પક્ષો ત્યાં સરકાર બનાવવાનો દાવો કરશે નહીં. ત્યાં ફક્ત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર લેફ્ટનન્ટ ગવર્નર તમિલાસાઇ સુંદરરાજને રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી છે. ઉપરાજ્યપાલે ભલામણ માટે પત્ર મોકલ્યો છે, જેનો નિર્ણય આજે કેબિનેટની બેઠકમાં લેવામાં આવશે.

પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીના ત્રણ મહિના પૂર્વે નારાયણસામીની સરકાર પડી. કોંગ્રેસના અનેક ધારાસભ્યોના રાજીનામા બાદ સરકાર લઘુમતીમાં આવી. પાંચ કોંગ્રેસ અને ડીએમકેના એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું. આ કોંગ્રેસના બે ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે, જ્યારે બાકીના ભાજપમાં જોડાઇ શકે છે.