વિજયનગરના છ ગામોમાં વીજ બિલને લઇ લોકોનો ભારે હોબાળો
26, જુલાઈ 2020

વિજયનગર,તા.૨૫ 

 વિજયનગરના છથી વધુ ગામોના વીજ ગ્રાહકોને હજારો રૂપિયાના બિલો આપતાં છથી વધુ ગામના લોકોએ શુક્રવારે ઉત્તર ગુજરાત વીજ કંપની કચેરીએ ભારે હોબાળો મચાવ્યો હતો.માત્ર એક બલ્બ સળગાવનારાને પણ વીજ કંપની દ્વારા ૧૫૦૦૦નું વીજ બિલ પકડાવામાં આવ્યું હોવા મામલે અધિકારીઓને રજૂઆત કરી રોષ વ્યક્ત કરાયો હતો. આ અંગે નાલશેરી, પડલાઈ, ડગલા, મોજાળીયા,વસાઈ,નેલાઉ, નવાગામ ધનેળા, પાડેળા ગામના વીજ ગ્રાહકોએ વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિનભાઇ કોટવાલ સમક્ષ કરેલી રજૂઆત અનુસાર વીજ કંપની દ્વારા ઘરના વીજ ઉપકરણોની નોંધણી કરી વીજલોડ વધુ કરતા હોવાનું તારણ બતાવ્યું હતું.જે બાદ રેગ્યુલર વીજબિલ આવતા ગ્રાહકોએ તે ભરપાઈ પણ હતું. ત્યારબાદ વીજ કંપની દ્વારા જે તે ગ્રાહકોને નોટિસ સાથે પણ રૂ. ૫૨૦૦૦, ૩૫૦૦૦, ૨૮૦૦૦, ૧૫૯૦૦ના બિલ આપવામાં આવ્યા હતાં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution