નવી દિલ્હી

તામિલનાડુમાં આ વર્ષના મે મહિનામાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ અત્યારથી એડીચોટીનું જોર લગાવાનું શરુ કરી દીધું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરવા માટે કોયંબતૂર પહોંચ્યા છે. 

ત્રણ દિવસના પ્રવાસ પર તામિલનાડૂ પહોંચેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના મનમાં તામિલનાડુની સંસ્કૃતિ, ભાષા અને લોકો માટે કોઇ સમ્માન નથી. તેઓ વિચારે છે કે તામિલ લોકો, ભાષા તેમજ સંસ્કૃતિને તેમના વિચારો અને સંસ્કૃતિના હેઠળ હોવું જોઇએ. 

કોયંબતૂરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું ન્યૂ ઇન્ડિયાની તેમની ધારણા છે કે તામિલનાડુના લોકોને દેશમાં બીજા દરજ્જાના નાગરિક હોવું જોઇએ. આ દેશમાં ઘણી ભાષાઓ છે, અમે મહેસૂસ કરીએ છીએ કે બધી ભાષાઓ તામિલ, હિન્દી, બંગાળી, અંગ્રેજીનું આ દેશમાં સ્થાન છે. 

રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક વીડિયો શેર કરતા લખ્યું છે, હું એક વાર ફરીથી તામિલનાડુ આવીને ઘણો ખુશ છું. મને કોંગુ બેલ્ટના પોતાના તામિલ ભાઇઓ અને બહેનોની સાથે સમય પસાર કરવાની તક મળી છે. આપણે સાથ મળીને તામિલનાડુની સંસ્કૃતિને મોદી સરકારના હુમલાથી બચાવીશું. 

તામિલનાડુમાં આ વર્ષે મે મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે. કોંગ્રેસ તરફથી જારી કરવામાં આવેલા કાર્યક્રમની સૂચના મુજબ રાહુલ ગાંધી કોયંબતૂર અને તિરુપુરમાં જિલ્લામાં રોડ શો કરશે. સૂક્ષ્‍મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલય (MSME) ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો, ખેડૂતો અને વણકરો સાથે પણ મુલાકાત કરશે. 

પ્રાપ્ત મળતી જાણકારી મુજબ 24 જાન્યુઆરીના દિવસે રાહુલ ગાંધી ઇરોડ જિલ્લામાં જશે, જ્યાં તે વણકરો સાથે તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરશે 25 જાન્યુઆરીના દિવસે રાહુલ ગાંધી કરુર જિલ્લામાં ખેડૂતો સાથે એક ચર્ચામાં ભાગ લેશે. 

તે સિવાય તેઓ ડિંડીગુલ જિલ્લામાં પણ જશે, જ્યાં પાર્ટી કાર્યકર્તાો સાથે મુલાકાત કરવાની સાતે મદુરાઇ માટે જવા રવાના થશે અને ત્યાંથી દિલ્હી પરત ફરશે. આ મહીનામાં આ બીજી વખત છે, જ્યારે રાહુલ ગાંધી તામિલનાડુના પ્રવાસે પહોંચ્યા છે. આ અગાઉ 14 જાન્યુઆરીના રોજ પોંગના અવસર પર 'જલ્લીકટ્ટૂ' કાર્યક્રમમાં સામેલ થવા મદુરાઇ પહોંચ્યા હતા.