લોકસત્તા ડેસ્ક 

નવરાત્રી આવતા જ શિયાળાની શરૂઆત થાય છે. અને શિયાળાની શરૂઆત થતા જ પગમાં વાઢિયાની સમસ્યા ઊભી થાય છે. વળી પગની ચામડી પણ કાળી અને ગંદી થવા લાગે છે. ત્યારે નવરાત્રીના આ સમયે પગની તવ્ચાની સાચવણી ખૂબ જ જરૂરી છે. આ માટે અમે કેટલીક ટિપ્સ તમને જણાવી રહ્યા છીએ. જેથી નવરાત્રીમાં તમારા પગનું સુંદરતા વધે. 


નવરાત્રીમાં પગના તળિયાની સુંદરતા વધારવા માટે રોજ રાતે પગની સાબુ અને સ્ક્રબરથી સારી રીતે સફાઇ કરો. હુંફાળા પાણીમાં પગને 5 મિનિટ પલાળી રાખો. અને તે પછી પગ પર વેસેલાઇન કે એરંડિયાનું તેલ લગાવો.

જો તમને પગની સુંદરતાની સાથે સારી ઊંઘ જોઇતું હોય. તો હુંફાળા ગરમ પાણીમાં 1 ચમચી મીઠું નાખીને તેમાં 15 મિનિટ પગ બોળી રાખો. પછી પગને બરાબર રીતે સાફ કરી, સૂતી વખતે તેની પર નાળિયેરનું તેલ લગાવો. આમ કરવાથી પગ પણ કોમળ થશે અને ઊંઘ પણ સારી આવશે.

પગના તળિયા સિવાય પગની સુંદરતા વધારવા માટે પગ પર રોજ એક ચમચી એલોવેરા, 1 ચમચી ગુલાબજળ અને 5 થી ટીપા લીબુંનો રસ મિક્સ કરીને તે પેસ્ટને પગ પર લગાવો આનાથી પગ સુવાળા પણ થશે અને તેની ત્વચા પર ગૌરવર્ણી થશે. વધુમાં જો તમારા પગના તળિયાના સ્કીન ખૂબ જ સૂકી હોય તો રાતે પગને બરાબર સ્ક્રબિંગ કરીને તેની પર એરડિંયાનું તેલ લગાવી, મોજા પહેરી સૂઇ જાવ. અને સવારે પગ ફરી સાફ કરી તેના પર ઘી લગાવીને રાખો દિવસ મોજા પહેરેલા રાખો. આમ 5 દિવસ કરવાથી પગ પર થતા પીડાદાયક કાપા ઓછા થશે અને પગ સુંદર, મુલાયમ બનશે